નવી દિલ્હી: સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી છે. આ અવસર પર અરવિંદ કેજરીવાલનું નિવેદન પણ સામે આવ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમિત શાહની સાથે શાહીન બાગના મુદ્દે કોઇ વાત થઇ નથી.
અમિત શાહ સાથે મિટીંગ પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે 'આ એક સારી મુલાકાત હતી જે મૈત્રીપૂર્ણ માહોલમાં થઇ. અમે ઘણા મુદ્દાઓ પર વાત કરી. અમે એ વાત પર સહમત છીએ કે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર દિલ્હીના વિકાસ માટે સાથે કામ કરવાની જરૂર છે. અમે સાથે કામ કરીશું.
આ દરમિયાન કેજરીવાલે એ પણ જણાવ્યું કે આગામી ત્રણ દિવસનું એસેંબલી સેશન 24 ફેબ્રુઆરીના રોજ બોલાવવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે