Home> India
Advertisement
Prev
Next

અશોક ગેહલોતે મંચ પરથી જોશમાં પૂછ્યો એવો સવાલ, જવાબ સાંભળીને મુશ્કેલીમાં મુકાયા CM

રાજ્યના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ પોતાના નિવેદનમાં કહ્યુ કે, મુખ્યમંત્રી અને મંત્રાલય એવી નીતિ લાવવા ઈચ્છે છે જેથી કોઈપણ શિક્ષકે બદલી માટે પૈસા ન આપવા પડે. 

અશોક ગેહલોતે મંચ પરથી જોશમાં પૂછ્યો એવો સવાલ, જવાબ સાંભળીને મુશ્કેલીમાં મુકાયા CM

નવી દિલ્હીઃ દેશનું કોઈપણ રાજ્ય ભ્રષ્ટાચાર મુક્ત હોવાનો દાવો કરી શકતું નથી કારણ કે ત્યાં ભ્રષ્ટ અમલદારો કોઈને કોઈ સ્વરૂપે લાંચ લઈને કામ કરે છે. પરંતુ જ્યારે પીડિતો રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ પોતાની વાત રજૂ કરે છે ત્યારે સ્થિતિ અસ્વસ્થ બની જાય છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પણ કંઈક આવું જ થયું છે.

fallbacks

શું પૈસા આપીને થયું ટ્રાન્સફર?
એક કાર્યક્રમ દરમિયાન જ્યારે મુખ્યમંત્રી ગેહલોતે પૂછ્યુ કે શું હવે પ્રદેશમાં ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે પૈસા આપવા પડે છે તો તેના જવાબમાં બધા શિક્ષકોએ 'હા' કહી દીધુ. ત્યારબાદ મુખ્યમંત્રી થોડા અસહજ જોવા મળ્યા હતા. પરંતુ શિક્ષકોનો જવાબ સાંભળીને ગેહલોતે કહ્યુ- કમાલ છે. આ ખુબ દુખદાયી વાત છે કે શિક્ષકોએ પૈસા આપી ટ્રાન્સફર કરાવવું પડ્યું. એવી કોઈ પોલિસી બની જાય જેનાથી બધાને ખ્યાલ રહે કે તેનું ટ્રાન્સફર ક્યારે થવાનું છે? ત્યારે ન પૈસા ચાલસે ન શિક્ષકોએ કોઈ બદલી માટે ધારાસભ્યો પાસે જવુ પડશે. 

મુખ્યમંત્રીના નિવેદનથી રાજ્યના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરા માટે પણ મુશ્કેલી ઉભી થઈ હતી. રાજ્યમાં ત્રણ વર્ષની સરકાર બાદ આવી પોલિસી કેમ ન બની શકી? આ સવાલને વિપક્ષ મુદ્દો બનાવી શકે છે. આ કારણ છે કે ડોટાસરાએ પોતાના નિવેદનમાં કહ્યુ કે, મુખ્યમંત્રી અને મંત્રાલય એવી નીતિ લાવવા ઈચ્છે છે જેથી કોઈપણ શિક્ષકે બદલી માટે પૈસા ન આપવા પડે. 

આ પણ વાંચોઃ એક્સપ્રેસ-વે પર એર શોઃ કમાન્ડોને લઈને ઉતર્યું AN-32, સુખોઈ-રાફેલે દેખાડી તાકાત, જુઓ VIDEO

ભાજપ પર સાધ્યુ નિશાન
અશોક ગેહલોત શિક્ષક સન્માન સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાના સંબોધનમાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર પાડવામાં આવી, શું લોકતંત્રની આ કોઈ રીત છે? તેમણે કહ્યું કે, આજે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે તે કોઈને ખ્યાલ નથી. 

ગેહલોતે કહ્યુ કે, મધ્યપ્રદેશની જેમ રાજસ્થાનમાં પણ સરકાર પાડવાનો પ્રયાસ કર્યો પરંતુ અહીં સફળતા મળી નહીં. તેમણે કહ્યું કે, રાજસ્થાનની જનતાએ તેમના ધમંડને ચકનાચુર કરી દીધો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More