Home> India
Advertisement
Prev
Next

શિવસેનાના સ્થાપના દિવસ કાર્યક્રમમાં CM ફડણવીસની હાજરી, ઉદ્ધવ ઠાકરેને ગણાવ્યાં 'મોટા ભાઈ'

શિવસેનાના 53માં સ્થાપના દિવસ પર બુધવારે મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યાં હતાં. એવું પહેલી વાર બન્યું કે કોઈ પાર્ટીના સ્થાપના દિવસે બીજી પાર્ટીના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યાં હોય.

શિવસેનાના સ્થાપના દિવસ કાર્યક્રમમાં CM ફડણવીસની હાજરી, ઉદ્ધવ ઠાકરેને ગણાવ્યાં 'મોટા ભાઈ'

મુંબઈ: શિવસેનાના 53માં સ્થાપના દિવસ પર બુધવારે મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યાં હતાં. એવું પહેલી વાર બન્યું કે કોઈ પાર્ટીના સ્થાપના દિવસે બીજી પાર્ટીના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યાં હોય. આ મંચ પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બંને હાજર હતાં. બધાની નજર એ વાત પર ટકેલી હતી કે આ વખતે શિવસેના ભાજપ સત્તા પર આવશે તો મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ બનશે અને મુખ્યમંત્રી  પદને લઈને મંચ પરથી શું જાહેરાત થશે. આ વાત એટલા માટે પણ ચર્ચામાં હતી કારણ કે શિવસેનાએ સવારે પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી આગામી મુખ્યમંત્રી પદ પર દાવો ઠોકીને મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સર્જી દીધો હતો. 

fallbacks

PM મોદીએ સર્વપક્ષીય બેઠક બાદ નેતાઓનો આભાર માન્યો, કહ્યું-અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા

ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બંનેએ ઈશારા ઈશારામાં મુખ્યમંત્રી પદ પર દાવો ઠોકતા કહ્યું કે ગઠબંધનના થયું ત્યારે તમામ વિષયો પર વાત થઈ ગઈ છે. યોગ્ય સમય આવશે ત્યારે મુખ્યમંત્રી પદને લઈને વાત સામે આવશે. આ અવસરે દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પોતાના 'મોટા ભાઈ' ગણાવ્યાં. આ સાથે જ કહ્યું કે ભાજપ શિવસેના વચ્ચે જે પણ ખેંચતાણ અને તણાવ હતો તે દૂર થઈ ગયો છે, હવે પ્રચંડ જીત મેળવવા માટે બધા વિધાનસભા ચૂંટણીમાં દિલથી કામ કરે. 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે "શિવસૈનિક એક અલગ રસાયણ છે, પ્રેમ પણ ખુબ કરે છે અને દુશ્મની પણ હદથી વધુ નિભાવે છે. સત્તામાં  ભાગીદારી શિવસેના ભાજપની બરાબર હશે. જે રીતે અમે તમને (સીએમ ફડણવીસ) પોતાના કાર્યક્રમમાં બોલાવ્યાં તે જ રીતે અમે પણ કાર્યક્રમ કરો અને અમને બોલાવો." 

જુઓ LIVE TV

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે 'શિવસેના અને ભાજપનું ગઠબંધન મહારાષ્ટ્ર અને ભારતમાં સૌથી વધુ સમય સુધી ચાલનારું ગઠબંધન છે. અટલ બિહારી વાજપેયીથી લઈને ગોપીનાથ મુંડે, પ્રમોદ મહાજન, ઉદ્ધવ ઠાકરે તમામ લોકોએ આ ગઠબંધન જાળવી રાખ્યું. અમારી વચ્ચે કોઈ તણાવ કે મતભેદ નથી. લોકોમાં એ ઈચ્છા હતી કે અમે એક સાથે આવીએ અને હવે દેશ માટે પણ અમે એક સાથે આવ્યાં છીએ. જ્યારે વાઘ અને સિંહ એક સાથે આવે છે ત્યારે જંગલ પર કોણ રાજ કરશે તે નથી પૂછાતું. અનેક પાર્ટીઓએ અમને હરાવવા માટે ગઠબંધન કર્યું પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. '

સીએમ ફડણવીસે કહ્યું કે 'શિવસેના અને ભાજપના કાર્યકરોના કારણે અમે જીત્યા છીએ. મને શિવસેનાના કાર્યક્રમમાં જઉ ત્યારે લાગે છે કે જાણે મારા ઘરે ગયો છું. અમે બધા ભગવા ધ્વજ માટે લડી રહ્યાં છીએ. અમારું હિન્દુત્વ રાષ્ટ્ર માટે છે. દેશના સ્વાભિમાન માટે છે. જો રાષ્ટ્રએ મોટું કરવું હોય તો મહારાષ્ટ્રને મોટું કરવું જરૂરી છે. કોઈ એક પાર્ટીના સ્થાપના દિવસ પર બીજી પાર્ટીના નેતાઓને બોલાવવાની પરંપરા આપણા દેશમાં નથી, તેને શરૂ કરવા અને મને અતિથિ તરીકે બોલાવવા માટે શિવસેનાનો આભાર.' 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More