Home> India
Advertisement
Prev
Next

સુશાંત કેસ: CM નીતિશકુમારના હસ્તક્ષેપ બાદ દાખલ થઈ રિયા વિરુદ્ધ FIR, પરિવારની છે આ માગણી

બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની આત્મહત્યાના કેસમાં પરિવાર દ્વારા પટણામાં બોલિવૂડ અભિનેત્રી તથા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર એફઆઈઆર દાખલ  કરવામાં આવી છે. ત્યારબાદ હવે બિહાર પોલીસ મુંબઈ પહોંચી ગઈ છે. આ બાજુ સુશાંત સિંહ રાજપૂતના પિતાના વકીલ વિકાસ સિંહે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સુશાંતનો પરિવાર આટલા સમયથી આઘાતમાં ડૂબેલો હતો અને મુંબઈ પોલીસ એફઆઈઆર રજિસ્ટર કરતી નહતી તથા મોટા પ્રોડક્શન હાઉસ અને લોકોની પૂછપરછ કરતી હતી. જેનાથી કેસ બીજી દિશામાં જઈ રહ્યો હતો. 

સુશાંત કેસ: CM નીતિશકુમારના હસ્તક્ષેપ બાદ દાખલ થઈ રિયા વિરુદ્ધ FIR, પરિવારની છે આ માગણી

મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની આત્મહત્યાના કેસમાં પરિવાર દ્વારા પટણામાં બોલિવૂડ અભિનેત્રી તથા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર એફઆઈઆર દાખલ  કરવામાં આવી છે. ત્યારબાદ હવે બિહાર પોલીસ મુંબઈ પહોંચી ગઈ છે. આ બાજુ સુશાંત સિંહ રાજપૂતના પિતાના વકીલ વિકાસ સિંહે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સુશાંતનો પરિવાર આટલા સમયથી આઘાતમાં ડૂબેલો હતો અને મુંબઈ પોલીસ એફઆઈઆર રજિસ્ટર કરતી નહતી તથા મોટા પ્રોડક્શન હાઉસ અને લોકોની પૂછપરછ કરતી હતી. જેનાથી કેસ બીજી દિશામાં જઈ રહ્યો હતો. 

fallbacks

તેમણે એમ પણ કહ્યું કે પટણઆ પોલીસ પહેલા તો આ મામલે થોડી ખચકાટ અનુભવતી હતી પરંતુ સીએમ નીતિશકુમાર અને મંત્રી સંજય ઝાએ આ સમગ્ર કેસ સમજાવ્યો અને ત્યારબાદ એફઆઈઆર દાખલ કરાઈ. વકીલ વિકાસ કુમારે એમ પણ કહ્યું કે પરિવાર હાલ સીબીઆઈ તપાસની માગણી કરતો નથી પરંતુ અમે ઈચ્છીએ છીએ કે પોલીસ આ મામલે તપાસ કરે. 

હકીકતમાં કાયદાકીય રીતે જ્યાં ઘટના ઘટે ત્યાંના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાય છે. સુશાંત સિંહ રાજપૂતનો કેસ બાન્દ્રા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે પરંતુ ખાસ પરિસ્થિતિઓનો હવાલો આપીને તથા નીતિશકુમાર સાથે સતત સંપર્ક સાધ્યા બાદ સુશાંતના પિતાએ પટણાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી છે. જેનો અર્થ એ છે કે સીએમ ઓફિસમાંથી લીલી ઝંડી મળ્યા બાદ જ એફઆઈઆર દાખલ થઈ છે. 

આ કેસમાં પટણા પોલીસના ચાર બાહોશ અધિકારીઓને મુંબઈ મોકલવામાં આવ્યાં છે. આ મામલે આગળ તપાસના આધાર પર રિયા ચક્રવર્તીની પૂછપરછ થઈ શકે છે. એવા ખબર છે કે એફઆઈઆર દાખલ થયા બાદ હવે રિયા ચક્રવર્તી આગોતરા જામીન માટે અરજી કરશે. 

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More