નવી દિલ્હી: કોલસા કૌભાંડ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે. આ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રે(Former Central Minister Dilip Ray) સહિત ત્રણ દોષિતોને 3 વર્ષની જેલની સજા થઈ છે. 1999 ના ઝારખંડ કોલ બ્લોકમાં ગેરરીતિ સંલગ્ન એક કેસની સુનાવણી કરતા દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે સજા સંભળાવી છે. કોર્ટે ત્રણેય દોષિતો પર 10-10 લાખનો દંડ ફટકાર્યો છે. જો કે તેમને તરત જામીન પણ મળી ગયા.
સુશાંત કેસમાં CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન, BJPને ફેંક્યો મસમોટો પડકાર
શું છે મામલો?
અત્રે જણાવવાનું કે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી તત્કાલીન એનડીએ સરકાર વખતે દિલીપ રે કોલસા રાજ્યમંત્રી હતા. 1999માં ઝારખંડના ગિરિડીહમાં બ્રહ્મડીહ કોલસા બ્લોકની ફાળવણીમાં થયેલી ગડબડીમાં તેમનું નામ આવ્યું હતું. 6 ઓક્ટોબરના રોજ વિશેષ સીબીઆઈ કોર્ટે દિલીપ રેને વર્ષ 1999માં ઝારખંડ કોલ બ્લોકની ફાળવણીમાં કથિત ગેરરીતિ સંબંધિત કોલસા કૌભાંડ મામલે દોષિત ઠેરવ્યા હતાં. હવે કોર્ટે આ મામલે સજા સંભળાવી છે.
CBI court grants bail to former union minister Dilip Ray and other individuals - convicted in a Jharkhand coal scam case - on bail bond of Rs 1 lakh each.
Court also grants them time till 25th November to appeal in High Court. https://t.co/d2H8e8AaTL
— ANI (@ANI) October 26, 2020
રાઉજ એવન્યુ કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપરાંત કોલસા મંત્રાલયના તત્કાલિન બે વરિષ્ઠ અધિકારી, પ્રદીપકુમાર બેનરજી, અને નિત્યાનંદ ગૌતમ, કેસ્ટ્રોન ટેક્નોલોજીસ લિમિટેડ (સીટીએલ)ના નિદેશક મહેન્દ્રકુમાર અગ્રવાલ તથા કેસ્ટ્રોન માઈનિંગ લિમિટેડ (સીએમએલ)ને પણ દોષિત ઠેરવ્યા છે.
Corona Update: રસી આવતા પહેલા જ પછડાશે કોરોના?, વિગતો જાણી ખુબ રાહત અનુભવશો
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે