Commercial Cylinder New Price: આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે અને નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે. આજથી જ આ નવા ભાવ લાગૂ થયા છે. જેનાથી લોકોને રાહત મળશે. અત્રે જણાવવાનું કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ગયા મહિને 350 રૂપિયાનો વધારો કરાયો હતો. હવે આ મહિને ઘટાડો કરાયો છે.
કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
ઈન્ડિયન ઓઈલ વેબસાઈટ મુજબ આજે એક એપ્રિલથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં 2028 રૂપિયા, કોલકાતામાં 2132 રૂપિયા, મુંબઈમાં 1980 રૂપિયા અને ચેન્નાઈમાં 2192.50 રૂપિયા ભાવ થયો છે. આ અગાઉ દિલ્હીમાં 2119.50 રૂપિયા, કોલકાતામાં 2221.50 રૂપિયા, મુંબઈમાં 2071.50 રૂપિયા ભાવ હતો. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે.
19 kg Commercial LPG cylinder prices reduced by Rs 91.50. 19 kg commercial cylinder will cost Rs 2,028 in Delhi. No change in domestic LPG prices: Sources
— ANI (@ANI) April 1, 2023
'માણસ અમર બની જશે', ઘણી સાચી ભવિષ્યવાણી કરનારા વૈજ્ઞાનિકનો નવો દાવો
શું તમને ખબર છે? ટ્રેનની દરેક સિટીમાં છૂપાયેલો છે એક છૂપો કોડ
Banned Products: વિદેશમાં 8 વસ્તુ છે બેન, પરંતુ ભારતમાં થાય છે ધૂમ વેચાણ
ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર નથી
નોંધનીય છે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ દેશની રાજધાની દિલ્હીમાં 1103 રૂપિયા છે. જ્યારે કોલકાતામાં તે 1129 રૂપિયામાં મળશે. મુંબઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 1102.50 રૂપિયા છે. ચેન્નાઈમાં તે તમને 1118.50 રૂપિયામાં મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે