Home> India
Advertisement
Prev
Next

2014 પછી દેશમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાં આવ્યો ઘટાડોઃ ગૃહ મંત્રાલય

રાજ્યસભામાં ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું કે, વર્ષ 2013માં સાંપ્રદાયિક હિંસાની 823 ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે 2018માં તે ઘટીને 708 થઈ છે 
 

2014 પછી દેશમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાં આવ્યો ઘટાડોઃ ગૃહ મંત્રાલય

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બન્યા પછી દેશમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2013માં યુપીએના શાસનકાળ દરમિયાન દેશમાં સાંપ્રદાયિક હિંસાની 823 ઘટનાઓ ઘટી હતી, જ્યારે 2014 પછી આ ઘટનાઓમાં ઝડપી ઘટાડો નોંધાયો છે. રાજ્યસભામાં ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું કે, વર્ષ 2013માં સાંપ્રદાયિક હિંસાની 823 ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે 2018માં તે ઘટીને 708 થઈ છે. 

fallbacks

ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ ગૃહને જણાવ્યું કે, હવે દેશમાં કરફ્યુ જેવી સ્થિતી બનતી નથી. આ મુદ્દાના અનુપૂરક સવાલમાં ગુલામનબી આઝાદે દેશમાં જોવા મળી રહેલી મોબ લિન્ચિંગની ઘટનાઓ અંગે સવાલ ઉઠાવ્યો હતો. જેનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, દેશમાં મોબ લિન્ચિંગની કોઈ સેટ પેટર્ન નથી. કેરળ અને પશ્ચિમ બંગાળમાં પણ મોબ લિન્ચિંગની ઘટનાઓ જોવા મળી છે. 

અમદાવાદ, જયપુર, લખનઉ સહિતના 6 એરપોર્ટનું ખાનગીકરણ કરાશેઃ સરકાર 

ગૃહ મંત્રાલયે પોતાના લેખિત જવાબમાં જણાવ્યું કે, બંધારણની જોગવાઈઓ અનુસાર 'લોક વ્યવસ્થા' અને 'પોલીસ' રાજ્યનો વિષય છે. સાંપ્રદાયિક હિંસાનો સામનો કરવાના કાયદા અને વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી પણ રાજ્ય સરકારોની છે. કેન્દ્ર સરકાર દેશમાં આંતરિક સુરક્ષા તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતી પર નજર રાખે છે. 

ગૃહમંત્રાલયે વધુમાં જણાવ્યું કે, દેશમાં શાંતિ અને સદભાવ જાળવી રાખવા માટે કેન્દ્ર સરકાર સમયાંતરે જરૂરી સલાહ-સુચન આપતી હોય છે. કાયદો-વ્યવસ્થા જાળવી રાખવામાં કેન્દ્ર સરકાર રાજ્યોને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની ટૂકડીઓ પણ પુરી પાડતી હોય છે. 

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More