Home> India
Advertisement
Prev
Next

પીએમ મોદીનું ટ્વીટ- ડરવાની જરૂર નથી, જરૂરી વસ્તુ, દવાઓ મળતી રહેશે


કોરોના વાયરસના પડકારનો સામનો કરવા માટે દેશને 21 દિવસ સુધી લૉકડાઉન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાણકારી આપી છે. 
 

પીએમ મોદીનું ટ્વીટ- ડરવાની જરૂર નથી, જરૂરી વસ્તુ, દવાઓ મળતી રહેશે

નવી દિલ્હીઃ દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, દેશવાસીઓએ ડરવાની જરૂર નથી. પીએમે ટ્વીટ કરીને કહ્યું કે, જરૂરી સેવાઓ અને દવાઓ મળતી રહેશે. વડાપ્રધાને કહ્યું, 'મારા દેશવાસીઓ, ડરવાની જરૂર નથી. જરૂરી સેવાઓ, દવાઓ ઉપલબ્ધ રહેશે. કેન્દ્ર અને તમામ રાજ્ય સરકાર એક સાથે મળીને કામ કરશે જેથી લોકોને જરૂરી વસ્તુ મળતી રહે. આપણે લોકો એક સાથે મળીને કોવિડ-19 વિરુદ્ધ લડીશું અને તંદુરસ્ત ભારતનું નિર્માણ કરીશું. જય હિંદ.'

fallbacks

દેશભરમાં ઘરથી બહાર નિકળવા પર પ્રતિબંધ
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, 'હિન્દુસ્તાનને બચાવવા માટે, હિન્દુસ્તાનના દરેક નાગરિકને બચાવવા માટે આજે રાતે 12 કલાકથી, ઘરની બહાર નિકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવે છે. દરેક રાજ્યએ, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશોએ, દરેક જિલ્લા, દરેક ગામ, દરેક શેરીને લૉકડાઉન કરવામાં આવી રહ્યું છે.' તેમણે કહ્યું, 'ચોક્કસપણે આ લૉકડાઉનની એક આર્થિક કિંમત દેશે ચુકવવી પડશે. પરંતુ એક-એક ભારતીયના જીવનને બચાવવું આ સમયે મારી, ભારત સરકારની, દેશની દરેક રાજ્ય સરકારની, દરેક સ્થાનિક તંત્રની, સૌથી મોટી પ્રાથમિકતા છે, તેથી મારી તમને પ્રાર્થના છે કે આ સમયે તમે દેશમાં જ્યાં છો ત્યાં રહો.' પીએમે કહ્યું કે, આ લૉકડાઉન 21 દિવસનું હશે. 

દેશમાં 21 દિવસ લૉકડાઉન
કોરોના વાયરસને કારણે દેશમાં હાહાકાર મચેલો છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં લૉકડાઉનની જાહેરાત કરી છે. પીએમ મોદીએ દેશમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, 21 દિવસ ન સમજ્યા તો દેશ 21 વર્ષ પાછળ જતો રહેશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે રાત્રે 12 કલાકથી દેશમાં લૉકડાઉન થવા જઈ રહ્યું છે. પીએમે કહ્યું કે, આ લૉકડાઉન તમને બચાવવા, તમારા પરિવારને બચાવવા માટે લાગૂ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ઘરમાંથી નિકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. પીએમે કહ્યું કે, 21 દિવસ સંભાળ ન રાખી તો ઘણા પરિવાર તબાહ થઈ જશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો ભારતના વધુ સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More