Home> India
Advertisement
Prev
Next

આ રાજ્યમાં કોંગ્રેસે ગુમાવી દીધો સૌથી મોટી પાર્ટીનો દરજ્જો

મેઘાલયથી કોંગ્રેસ માટે રહ-રહ કર ખરાબ સમાચારો આવી રહ્યા છે. પાર્ટીનાં એક ધારાસભ્ય માર્ટિન ડાંગોએ પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધું છે. ડાંગોનાં રાજીનામા બાદ કોંગ્રેસે રાજ્ય વિધાનસભામાં સૌથી મોટી પાર્ટીનો દરજ્જો ગુમાવી દીધો છે. એનપીપી આ પુર્વોત્તર રાજ્યમાં ભાજપ અને અન્ય કેટલીક ક્ષેત્રીય પાર્ટીઓ સાથે મળીને ગઠબંધન સરકાર ચલાવી રહી છે. મેઘાલયમાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. કોંગ્રેસ એકમાત્ર સૌથી મોટી પાર્ટી હોવા છતા સરકાર બનાવવામાં નિષ્ફળ રહી હતી.

આ રાજ્યમાં કોંગ્રેસે ગુમાવી દીધો સૌથી મોટી પાર્ટીનો દરજ્જો

શિલોંગ : મેઘાલયથી કોંગ્રેસ માટે રહ-રહ કર ખરાબ સમાચારો આવી રહ્યા છે. પાર્ટીનાં એક ધારાસભ્ય માર્ટિન ડાંગોએ પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધું છે. ડાંગોનાં રાજીનામા બાદ કોંગ્રેસે રાજ્ય વિધાનસભામાં સૌથી મોટી પાર્ટીનો દરજ્જો ગુમાવી દીધો છે. એનપીપી આ પુર્વોત્તર રાજ્યમાં ભાજપ અને અન્ય કેટલીક ક્ષેત્રીય પાર્ટીઓ સાથે મળીને ગઠબંધન સરકાર ચલાવી રહી છે. મેઘાલયમાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. કોંગ્રેસ એકમાત્ર સૌથી મોટી પાર્ટી હોવા છતા સરકાર બનાવવામાં નિષ્ફળ રહી હતી.

fallbacks

કોંગ્રેસનાં ધારાસભ્યોની સંખ્યા હવે 20 થઇ ચુકી છે જે સત્તારૂઢ નેશનલ પીપલ્સ પાર્ટીના બરાબર છે. સત્તારૂઢ ગઠબંધન મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સમાં 20 ધારાસભ્યો એનપીપીનાં, યૂનાઇટેડ ડેમોક્રેકિટ પાર્ટીનાં 7, 4 ધારાસભ્ય નવ રચિત પિપલ્સ ડેમોક્રેટિક ફ્રંડનાં છે. બે ધારાસભ્ય ભાજપનાં છે. બે ધારાસભ્ય હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેકિટ પાર્ટીનાં પણ આ ગઠબંધનનો હિસ્સો છે. એનસીપી અને બે અપક્ષ ધારાસભ્યો પણ સરકારને સમર્થન આપી રહ્યા છે. 

ડાંગે કાલે મોડી રાત્રે પોતાનું રાજીનામું વિધાસભા અધ્યક્ષ ડોનકુપર રાયની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ ટિમોથી ડી શિરાને સોંપ્યો. તેમણે પોતાનાં રાજીનામામાં લખ્યું કે, હું 21 જુન 2018નાં પ્રભાવથી રોનીકોર વિધાનસભા સીટ પરથી પોતાનું રાજીનામું ધરૂ છું. ડાંગે રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષને ધારાસભ્ય પદ અને સાથે જ પાર્ટીનાં પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપવાનાં પોતાનાં નિર્ણય અંગે પહેલાથી જ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, પોતાનાં લોકોની ઇચ્છા અનુસાર હું 21 જુન 2018થી ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે. આ સાથે જ હું ખુબ જ દુખી મનથી પાર્ટીની પ્રાથમિક સભ્યપદ અને તમામ પદો પરથી રાજીનામું આપુ છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More