Home> India
Advertisement
Prev
Next

PAK હાઈ કમિશન બહાર યુથ કોંગ્રેસ અને ભાજપનું પ્રદર્શન, નનકાના સાહિબ હુમલાનો કર્યો વિરોધ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત નનકાના સાહિબ ગુરૂદ્વારા પર થયેલા હુમલા અને પથ્થરમારા વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું છે. 

PAK હાઈ કમિશન બહાર યુથ કોંગ્રેસ અને ભાજપનું પ્રદર્શન, નનકાના સાહિબ હુમલાનો કર્યો વિરોધ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત નનકાના સાહિબ ગુરૂદ્વારા પર થયેલા હુમલા અને પથ્થરમારા વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું છે. 

fallbacks

આ વિરોધ પ્રદર્શનમાં શીખ સમુદાયના લોકોની સાથે મુસ્લિમ સમુદાયના લોકો પણ સામેલ થયા હતા. મહત્વનું છે કે પાકિસ્તાન હાઈ કમિશનની બહાર એક તરફ ભાજપ તો બીજીતરફ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરી હતી. 

આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ ત્યાં લાગેલા બેરીકોડને તોડી દીધા હતા. ડોગરા ફ્રન્ટના સભ્યોએ પણ નનકાના સાહિબ પર થયેલા હુમલાનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, શીખ યુથ સેવા ફ્રન્ટે પણ તેની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.   

નનકાના સાહિબ પર હુમલો: ભારતમાં શીખ સમુદાય કાળઝાળ, સિરસાએ કહ્યું-'નામ કોઈ બદલી શકે નહીં'

જમાત-એ-ઇસ્લામી હિન્દએ નનકાના સાહિદ હુમલાની નિંદા કરી 
મુસ્લિમ સંગઠન, જમાત-ઇસ્લામી હિન્દે પાકિસ્તાનના નનકાના સાહિબ ગુરૂદ્વારામાં થયેલા પથ્થરમારાની ઘટાનાની નિંદા કરી અને માગ કરી છે કે તેમાં સામેલ લોકોની ધરપકડ કરવામાં આવે. જમાતના અધ્યક્ષ સદાતુલ્લા હુસૈનીએ કહ્યું, 'અમે માગ કરીએ છીએ કે પાકિસ્તાન સરકારે આ ઘટનામાં સામેલ લોકોની ધરપકડ કરવી જોઈએ અને તીર્થયાત્રીઓને સુરક્ષા પ્રદાન કરવી જોઈએ.'

જમાતના ઉપાધ્યક્ષ સલીમ એન્જિનિયરે કહ્યું, 'આ પાકિસ્તાન સરકારનું કર્તવ્ય છે કે તે ધાર્મિક સ્થળની સુરક્ષા તથા પવિત્રતાને જાળવે અને હિંસા, આગ તથા તોડફોડ જેવા કોઈપણ કૃત્યથી તીર્થયાત્રીઓ અને શીખ સમુદાયના લોકોને સુરક્ષા ઉપલબ્ધ કરાવે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More