નવી દિલ્હીઃ ઉદયપુરમાં યોજાયેલી ચિંતન શિબિર બાદ કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીમાં સુધારા માટે ટાસ્ક ફોર્સ-2022 અને સલાહકાર સમૂહની રચના કરી દીધી છે. ચિંતન શિબિરમાં તેની જાહેરાત કરવામાં આવી હતી. સોનિયા ગાંધીએ ભારત જોડો યાત્રા માટે ટાસ્ક ફોર્સ, પોલીટિકલ અફેયર્સ ગ્રુપ અને સેન્ટર પ્લાનિંગ ગ્રુપ બનાવ્યું છે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને ગુલામ નબી આઝાદનું નામ પોલીટિક્લ અફેયર્સ ગ્રુપમાં છે. તો પી ચિદમ્બરમ, જયરામ રમેશ, કેસી વેણુગોપાલને ટાસ્ક ફોર્સ 2024માં રાખવામાં આવ્યો છે. કોંગ્રેસ પોતાને લોકસભા ચૂંટણી પહેલા મજબૂત કરવા માટે ભારત જોડો યાત્રા શરૂ કરવાની છે.
આ નેતાઓને સલાહકાર સમૂહમાં મળ્યું સ્થાન
સોનિયા ગાંધીએ સલાહકાર સમૂહમાં રાહુલ ગાંધી સિવાય મલ્લિકાર્જુન ખડહે, ગુલામ નબી આઝાદ, અંબિકા સોની, દિગ્વિજય સિંહ, આનંદ શર્મા, કેસી વેણુગોપાલ અને જિતેન્દ્ર સિંહને સામેલ કર્યા છે.
कांग्रेस की अंतरिम अध्यक्षा सोनिया गांधी ने 'भारत जोड़ो यात्रा' के लिए राजनीतिक मामलों के समूह, टास्क फोर्स -2024 और केंद्रीय योजना समूह का गठन किया। pic.twitter.com/oSGNT5TwHW
— ANI_HindiNews (@AHindinews) May 24, 2022
ભારત જોડો યાત્રા માટે સેન્ટર પ્લાનિંગ ગ્રુપ
દિગ્વિજય સિંહ
સચિન પાયલટ
શશિ થરૂર
રણવીત સિંહ બિટ્ટુ
કેજે જ્યોર્જ જોથિમાની
પ્રદ્યુત બોલ્ડોઈ
જીતુ પટવારી
સલીમ અહેમદ
ટાસ્ક ફોર્સમાં કોનો સમાવેશ થાય છે?
પી ચિદમ્બરમ
મુકુલ વાસનિક
જયરામ રમેશ
કેસી વેણુગોપાલ
અજય માકન
પ્રિયંકા ગાંધી
રણદીપ સુરજેવાલા
સુનિલ કાનુગોલુ
આ નેતાઓને પોલિટિકલ અફેર ગ્રુપમાં સ્થાન મળ્યું
રાહુલ ગાંધી
મલ્લિકાર્જુન ખડગે
ગુલામ નબી આઝાદ
અંબિકા સોની
દિગ્વિજય સિંહ
આનંદ શર્મા
કેસી વેણુગોપાલ
જિતેન્દ્ર સિંહ
શું હશે ટાસ્ક ફોર્સની ભૂમિકા
ટાસ્ક ફોર્સના દરેક સભ્યને સંગઠન, સંચાર અને મીડિયા, આઉટરીચ, નાણા અને ચૂંટણી મેનેજમેન્ટ સંબંધિત કામ સોંપવામાં આવશે. આ સભ્યો પાસે પોતાની ટીમ હશે. તેની બાદમાં જાણકારી આપવામાં આવશે. આ સભ્યો ઉદયપુર નવ સંકલ્પ જાહેરાતો અને 6 સમૂહોના રિપોર્ટના આધાર પર કામ કરશે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે