Home> India
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણી 2019: પ્રિયંકાના અયોધ્યા પ્રવાસમાં ફેરફાર, આ રીતે કરશે રોડ શો

કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધના અયોધ્યા પ્રવાસમાં એક નાનો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધીની 27 માર્ચે પ્રસ્તાવિત અયોધ્યા રેલીને બે દિવસ આગળ વધારવામાં આવી છે.

લોકસભા ચૂંટણી 2019: પ્રિયંકાના અયોધ્યા પ્રવાસમાં ફેરફાર, આ રીતે કરશે રોડ શો

લખનઉ: કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધના અયોધ્યા પ્રવાસમાં એક નાનો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધીની 27 માર્ચે પ્રસ્તાવિત અયોધ્યા રેલીને બે દિવસ આગળ વધારવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, પ્રિયંકા ગાંધી હવે 27 માર્ચની જગ્યાએ 29 માર્ચે રામ નગરી અયોધ્યામાં રેલી કરશે. નવા શિડ્યુલ અનુસાર, હેવ પ્રિયંકા ગાંધી 27 માર્ચના અમેઠી, 28 માર્ચના રાયબરેલી અને પછી 29 માર્ચના રામની નગરી અયોધ્યામાં ચૂંટણી રેલી કરશે.

fallbacks

વધુમાં વાંચો: બિહારમાં જ્યારે કોઇ મંત્રી-સાંસદની બેઠક નથી બદલાઇ, તો મારી સાથે આવું કેમ?: ગિરિરાજ સિંહ

પ્રિયંકાની અયોધ્યા યાત્રા વિશે જાણકારી આપતા ઉત્તર પર્દેશના કોંગ્રેસ સમિતિના સચિવ રાજેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું. પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીમાં કેફિયત એક્સપ્રેસથી અયોધ્યા માટે રવાના થશે. ટ્રેનની સવારે 5:30 વાગે ત્યાં પહોંચવાની આશા છે. સિંહે કહ્યું કે અયોધ્યા રેલવે સ્ટેશનની નજીક થોડી દુર એક હોટલમાં આરામ કર્યા બાદ સવારે 10 વાગે અયોધ્યામાં રોડ શો કરશે.

લગભગ 50 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ રોડ શો કુમારગંજમાં સમાપ્ત થશે. તેમણે કહ્યું કે, રોડ શોમાં 32 પડાવ હશે. પ્રિયંકા સ્થાનીય લોકોથી મળશે અને અયોધ્યામાં બે જનસભાઓને પણ સંબોધન કરશે. તેઓ એક સ્થાનિક સ્કૂલમાં બાળકોને પણ મળશે. આ ત્રણ દિવસમાં તેઓ મધ્ય યૂપીમાં કોંગ્રેસ માટે માહોલ બનાવશે. અયોધ્યાથી ઉન્નાવ સુધીના પ્રવાસ વચ્ચે સમય કાઢી તેઓ રાયબરેલી અને અમેઠી પણ જશે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More