Home> India
Advertisement
Prev
Next

Antrix-Devas case: કોંગ્રેસે રાષ્ટ્રીય હિતોને નજરઅંદાજ કર્યા, કેબિનેટને અંધારામાં રાખીઃ સીતારમન

સીતારમને એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, કેબિનેટને આ ડીલની જાણકારી નહોતી. 90 ટકા સેટેલાઇટ ખાનગી પાર્ટીને આપી દેવામાં આવ્યા હતા જે હજુ લોન્ચ થઈ નહોતી. 2011માં એક ઈન્ટરવ્યૂમાં ત્યારના ટેલિકોમ મિનિસ્ટર કપિલ સિબ્બલે કહ્યું હતું કે કેબિનેટને તેની કોઈ જાણકારી નથી. ઈસરો પીએમઓ હેઠળ આવે છે. 

Antrix-Devas case: કોંગ્રેસે રાષ્ટ્રીય હિતોને નજરઅંદાજ કર્યા, કેબિનેટને અંધારામાં રાખીઃ સીતારમન

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમને (Finance Minister Nirmala Sitharaman) એન્ટ્રિક્સ-દેવાસ મામલામાં (Antrix-Devas case) આજે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, એક ખુબ મોટું કૌભાંડ હતું. તેમાં રાષ્ટ્રીય હિતોને નજરઅંદાજ કરતા ખાનગી કંપનીને ખાસ સ્પેકટ્રમ આપવામાં આવ્યું. કોંગ્રેસે આ ખાસ સ્પેક્ટ્રમ તેના સાગરિતોને નકામા ભાવે વેચી દીધું અને આ બાબતે કેબિનેટને પણ અંધારામાં રાખ્યું. 

fallbacks

સીતારમને એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, કેબિનેટને આ ડીલની જાણકારી નહોતી. 90 ટકા સેટેલાઇટ ખાનગી પાર્ટીને આપી દેવામાં આવ્યા હતા જે હજુ લોન્ચ થઈ નહોતી. 2011માં એક ઈન્ટરવ્યૂમાં ત્યારના ટેલિકોમ મિનિસ્ટર કપિલ સિબ્બલે કહ્યું હતું કે કેબિનેટને તેની કોઈ જાણકારી નથી. ઈસરો પીએમઓ હેઠળ આવે છે. 

દેવાસે દેવાસ ડેવાઇસ દ્વારા ઘણા પ્રકારની સર્વિસ આપવાનું કહ્યું હતું. પરંતુ જ્યારે ડીલ થઈ તો તેમાં કોઈપણ સર્વિસ નહોતી. આજે પણ તેનું કોઈ ઔચિત્ય નથી. મોદી સરકાર દરેક કોર્ટમાં આ લડાઈ લડી રહી છે. 

2005 માં થઈ હતી ડીલ
તેમણે કહ્યું કે, 2005માં અંતરિક્ષ અને દેવાસની ડીલ થઈ હતી. ત્યારે દેશમાં યૂપીએ સરકાર હતી. સરકારને ડીલ બાદ તેને રદ્દ કરવામાં છ વર્ષ લાગી ગયા. તે રાષ્ટ્રીય હિતો વિરુદ્ધ હતું. આ દેશના લોકો સાથે છેતરપિંડી હતી. ફેબ્રુઆરી 2011માં યૂપીએએ આ એગ્રીમેન્ટને રદ્દ કરી. ત્યારે કોંગ્રેસના મંત્રીઓએ ઘણા નિવેદન આપ્યા હતા. ત્યાં સુધી તત્કાલીન મંત્રીની ધરપકડ કરવામાં આવી હતી. આ એક મોટું કૌભાંડ હતું. એક ખાનગી કંપનીને ખાસ સ્પેક્ટ્રમ આપવામાં આવ્યું હતું. 10-11 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે તેમાં આદેશ આપ્યો છે. તેનાથી સ્પષ્ટ છે કે કોંગ્રેસે સત્તાનો દુરૂપયોગ કર્યો છે. 

આ પણ વાંચોઃ કોરોનાના પ્રકોપ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને લખ્યો પત્ર, ટેસ્ટિંગ વધારવાનો આપ્યો નિર્દેશ

નાણામંત્રીએ કહ્યું કે 2011માં દેવાસ ICCમાં ગયો હતો. જુલાઈ 2011 માં, એન્ટ્રિક્સને લવાદીની નિમણૂક કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ સરકારે તેને તેમ કરવાની મંજૂરી આપી ન હતી. ઓગસ્ટ 2011માં, એન્ટ્રિક્સને આમ કરવા માટે 21 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ સરકારે ફરી એવું કર્યું નથી. સરકાર ડેમેજના નામે છેતરપિંડી કરનારાઓને પૈસા આપવા માંગતી હતી. મોદી સરકાર આવ્યા પછી અમે આ લડાઈ લડી રહ્યા છીએ. કૉંગ્રેસે S બેન્ડ્સ તેના સાગરિતોને અમૂલ્ય ભાવે વેચ્યા. આજે તેઓ આર્બિટ્રેશન દ્વારા લાખો ડોલરની માંગણી કરી રહ્યા છે. આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ્સે એન્ટ્રિક્સ સોદો રદ કરવા પર દેવાસના શેરધારકોને ખર્ચ અને વ્યાજમાં $1.2 બિલિયન આપ્યા છે.

કેબિનેટને ગેરમાર્ગે દોરવામાં આવી
સીતારમને કહ્યું કે, કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, દેવાસ 579 કરોડ રૂપિયાનું રોકાણ લાવી પરંતુ તેમાંથી 85 ટકા રકમ ચાંઉ કરીને વિદેશ મોકલી દેવામાં આવી. આ દેશની સાથે છેતરપિંડી છે. કેબિનેટની સામે ગેરમાર્ગે દોરનારી નોટ રજૂ કરવામાં આવી, તેનાથી સ્પષ્ટ છે કે કંપનીનો કારોબાર ફ્રોડ હતો. તેનાથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ પાર્ટી કઈ રીતે કામ કરે છે. અમે છેલ્લા શ્વાસ સુધી લડાઈ લડીશું. કોંગ્રેસને ક્રોની કેપિટેલિઝ્મ પર વાત કરવાનો કોઈ હક નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More