Home> India
Advertisement
Prev
Next

The Kashmir Files: કોંગ્રેસે રજૂ કર્યા 'પોતાના' ફેક્ટ્સ, કહ્યું- 399 પંડિતો જ માર્યા ગયા, જ્યારે 15,000 મુસ્લિમો માર્યા ગયા હતા

વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' હાલ ખુબ જ ચર્ચામાં છે. ફિલ્મમાં કાશ્મીરી પંડિતોના નરસંહારની દર્દભરી કહાની દર્શાવવામાં આવી છે. હરિયાણા, ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં આ ફિલ્મ ટેક્સફ્રી કરાઈ છે. પરંતુ આ બધા વચ્ચે કેરળ કોંગ્રેસે ફિલ્મની ટીકા કરી છે. રવિવારે કેરળ કોંગ્રેસે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં માર્યા ગયેલા પંડિતોમાંથી મોટાભાગની સંખ્યા તો મુસ્લિમોની રહી છે. 

The Kashmir Files: કોંગ્રેસે રજૂ કર્યા 'પોતાના' ફેક્ટ્સ, કહ્યું- 399 પંડિતો જ માર્યા ગયા, જ્યારે 15,000 મુસ્લિમો માર્યા ગયા હતા

નવી દિલ્હી: વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' હાલ ખુબ જ ચર્ચામાં છે. ફિલ્મમાં કાશ્મીરી પંડિતોના નરસંહારની દર્દભરી કહાની દર્શાવવામાં આવી છે. હરિયાણા, ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં આ ફિલ્મ ટેક્સફ્રી કરાઈ છે. પરંતુ આ બધા વચ્ચે કેરળ કોંગ્રેસે ફિલ્મની ટીકા કરી છે. રવિવારે કેરળ કોંગ્રેસે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં માર્યા ગયેલા પંડિતોમાંથી મોટાભાગની સંખ્યા તો મુસ્લિમોની રહી છે. 

fallbacks

કાશ્મીરી પંડિતો કરતા વધુ તો મુસલમાનો માર્યા ગયા-કોંગ્રેસ
કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ આતંકવાદી હતા જેમણે કાશ્મીરી પંડિતોને નિશાન બનાવ્યા. વર્ષ 1990થી લઈને 2007 વચ્ચે 17 વર્ષમાં આતંકવાદી હુમલામાં 399 પંડિતોની હત્યા કરવામાં આવી. આ સમયગાળામાં આતંકવાદીઓએ 15 હજાર મુસલમાનોની હત્યા કરી. કોંગ્રેસે વધુમાં લખ્યું છે કે ઘાટીથી કાશ્મીરી પંડિતોનું પલાયન તત્કાલિન રાજ્યપાલ જગમોહનના નિર્દેશ પર થયું હતું. જે આરએસએસના માણસ હતા. 

fallbacks

'કોંગ્રેસે કાશ્મીરી પંડિતોની મદદ કરી'
કોંગ્રેસે વધુમાં કહ્યું કે કાશ્મીરી પંડિતોનું પલાયન ભાજપના સમર્થનવાળી વી પી સિંહ સરકારના સમયમાં શરૂ થયું હતું. ભાજપના સમર્થનવાળી વી પી સિંહ સરકાર ડિસેમ્બર 1989માં સત્તામાં આવી. પંડિતોનું પલાયન બરાબર તેના એક મહિના બાદથી શરૂ થયું. કોંગ્રેસે કહ્યું કે ભાજપે આ મામલે કશું કર્યું નહીં અને નવેમ્બર 1990 સુધી વી પી સિંહ સરકારને પોતાનું સમર્થન આપતું રહ્યું. કોંગ્રેસે દાવો કર્યો કે યુપીએ સરકારે જમ્મુમાં કાશ્મીરી પંડિતો માટે 5242 ઘર બનાવડાવ્યા. આ ઉપરાંત પંડિતોના પ્રત્યેક પરિવારને 5 લાખ રૂપિયાની મદદ કરી. આ પંડિતોના પરિવારના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને ખેડૂતો માટે કલ્યાણકારી યોજનાઓ સામેલ હતી. 

બબાલ બાદ ટ્વીટ હટાવી
કોંગ્રેસ તરફથી કરાયેલી શ્રેણીબદ્ધ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર ખુબ હોબાળો થયો. લોકોએ કોંગ્રેસને અનેક વેધક સવાલ પૂછ્યા. ત્યારબાદ ા ટ્વીટ કોંગ્રેસે ડિલીટ કરવી પડી. અત્રે જણાવવાનું કે આ ફિલ્મ લોકોને ખુબ જ પસંદ પડી રહી છે. ઈએમડી પર તેને 10માંથી 10 રેટિંગ મળ્યું છે. ફિલ્મ 11 માર્ચના રોજ રિલીઝ થઈ જેમાં અનુપમ ખેર, પલ્લવી જોશી અને મિથુન ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More