જમ્મૂ: કોંગ્રેસ (Congress) નો આંતરિક કલેહ ફરી એકવાર ખુલીને સામે આવી છે. ઉત્તર ભારત સાથે જોડાયેલા ઘણા વરિષ્ઠ નેતા જમ્મૂ (Jammu) પહોંચી ગયા છે. કોંગ્રેસ આ અસંતુષ્ટ નેતાઓને G-23 ના નામે ઓળખવામાં આવે છે, કારણ કે તેમણે ગત વર્ષે પત્ર લખીને કોંગ્રેસ હાઇકમાન્ડ પર સવાલ ઉઠાવ્યા હતા. જમ્મૂમાં કોંગ્રેસ નેતાઓએ પાર્ટીની સિસ્ટમ પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું વલણ પાંચ રાજ્યોમાં થનાર વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ માટે નવી પરેશીઓ ઉભી કરી શકે છે.
આઝાદની નિવૃતિ પર સિબ્બલનો સવાલ?
પૂર્વ કેંદ્રીય મંત્રી તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ (Kapil Sibal) એ ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) ના નિવૃત પર કહ્યું 'અમે ઇચ્છતા નથી કે આઝાદ સાહેબ સંસદથી જાય. અમને દુખ થયું. આઝાદ કોંગ્રેસની અસલિયત જાણો છો, જમીનને જાણે છે. મને એ બાબત સમજાયું નહી કે કોંગ્રેસ તેના અનુભવનો ઉપયોગ કેમ કરી રહ્યા નથી?' તમને જણાવી દઇએ કે શાંતિ સંમેલનમાં ફક્ત ગુલામ નબી આઝાદ સમર્થક જુના નેતાઓ સામેલ થયા છે, જેમાં પૂર્વ મંત્રી ધારાસભ્ય સામેલ છે.
Corona, બર્ડ ફ્લૂ બાદ Parvo Virus એ વધાર્યું ટેંશન, આ શહેરમાં મળ્યા કેસ
આનંદ શર્માના નેતૃત્વ પર સવાલ!
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ નામ લીધા વિના નેતૃત્વ પર સવાલ ઉભા કરતાં કહ્યું 'મને એમ કહેવામાં કોઇ ખચકાટ નથી, કોંગ્રેસ હોદ્દો આપી શકે છે પર નેતા તે જ બને છે જેને લોકો માને છે. ગુલાબ નબી આઝાદના નિવૃત પર તેમણે કહ્યું 'કોઇને પણ ગલતફેમી ન હોવું જોઇએ કે આ કોઇ નિવૃતિ છે, આ કોઇ સરકારી નોકરી નથી. આઝાદ ભારતમાં લેહ અને લદ્દાખનો વિલય થયો છે અને હું આજે પણ માનતો નથી કે આ સ્ટેટ નથી UT છે. આનંદ શર્માએ કહ્યું, 'ભારત એક નામ, એક વિચારધારા પર ચાલી ન શકે.
Gold Price: સોનું ખરીદવું થયું વધુ સસ્તું, ત્રણ દિવસમાં થયો આટલો મોટો ઘટાડો
આ નેતા બેઠકમાં સામેલ
જમ્મૂ પહોંચનાર નેતાઓમાં ગુલાબ નબી આઝાદ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનીષ તિવારી, વિવેક તન્ખા અને રાજ બરાબર છે. G-23 ના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે આજે કોંગ્રેસમાં જે કંઇ થઇ રહ્યું છે, તે ગત વર્ષે ડિસેમ્બરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠકમાં થયેલી સહમતિનું ઉલ્લંઘન છે. કો સુધારા અથવા ચૂંટણીના સંકેટ નથી.
આટલા માટે પણ છે નારાજ
કહેવામાં આવી રહ્યું છે અસંતુષ્ટ નેતા આ વખતે પણ નારાજ છે ગુલાબ નબી આઝાદ સાથે સન્માનપૂર્ણ વ્યવહાર થયો નથી. તે તાજેતરમાં જ રાજ્ય સભામાંથી નિવૃત થયા પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડને તેમના માટે કોઇ સન્માન બતાવ્યું નથી. પાર્ટીના એક નેતાએ કહ્યું કે જ્યારે બીજી પાર્ટીઓ આઝાદને સીટ આપવાની ઓફર કરી રહે હતી. પ્રધાનમંત્રી તેમની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના નેતૃત્વમાં તેમના પ્રત્યે કો સન્માન બતાવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે