Home> India
Advertisement
Prev
Next

રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર, કહ્યુંઃ દેશનો સ્વાભિમાની ધ્વજ ઝુકવા નહીં દઈએ

નાણાપ્રધાન નિર્મલા સીતામરને આજે આર્થિક પેકેજના બીજા ભાગ વિશે જાણકારી આપી હતી. સરકારના બીજા ભાગમાં ખેડૂતો અને મજૂરોના જીવનના સ્તરને સુધારવાનો પ્રયાસ દેખાયો છે. હવે તેમાં પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. 

 રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર, કહ્યુંઃ દેશનો સ્વાભિમાની ધ્વજ ઝુકવા નહીં દઈએ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. ત્યારબાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમને બે ભાગમાં તેની જાહેરાત કરી હતી. પ્રથમ ભાગમાં લઘુ તથા કુરીટ ઉદ્યોગ માટે મદદની જાહેરાત કરી અને આજે બીજા ભાગમાં પ્રવાસી મજૂરો અને કિસાનો માટે સરકારનો ખજાનો ખોલ્યો હતો. પરંતુ તેના પર રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વીટ કરી કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. 

fallbacks

રાહુલ ગાંધીએ પ્રવાસી મજૂરોનો એક માર્મિક વીડિયો પોસ્ટ કરતા લખ્યુ, 'ભયંકર અંધકાર છે કઠિન સમય છે, હિંમત રાખો- આપણે બધા તેની સુરક્ષામાં ઊભા છીએ. સરકાર સુધી તેનો અવાજ પહોંચાડીને રહીશું, તેના હકની મદદ અપાવીને રહીશું. દેશની સાધારણ જનતા નહીં, આ તો દેશના સ્વાભિમાનનો ધ્વજ છે... તેને ઝુકવા દેશું નહીં.'

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ આર્થિક પેકેજ પર કટાક્ષ કર્યો છે. તેણે લખ્યુ, 'શ્રીમતિ નિર્મલા સીતામરનના આર્થિક પેકેજના બીજા દિવસની જાહેરાતનો અર્થ- ખોદ્યો પહાડ, નિકળ્યો ઉંદર. સુરજેવાલાએ આ આર્થિક પેકેજને જુમલો ગણાવ્યો છે.'

સરકારે મજૂરો માટે કરી આ જાહેરાત
નાણાપ્રધાને મનરેગા હેઠળ દરરોજની મજૂરી 182થી વધારીને 202 રૂપિયા કરી દીધી છે. 8 કરોડ પ્રવાસી મજૂરોને ફાયદો થશે જે બીજા રાજ્યમાં રહે છે અને તેની પાસે રાશન કાર્ડ નથી. આ પ્રવાસી એનએફએસ હેઠળ નથી કે રાજ્યના કાર્ડધારક નથી. ગામમાંથી શહેર તરફ પલાયન કરનાર આ મજૂરોની પાસે હાલ બે સમયના ભોજનની પણ સમસ્યા છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે અમે રાજ્યોને આપદા રાહતનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. તેના દ્વારા 11 હજાર કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી છે. શેલ્ટર હોમમાં ત્રણ સમયના ભોજનની વ્યવસ્થા જારી છે. આ સિવાય આપદાના સમયે 12000 સેલ્ફ હેલ્થ ગ્રુપે 3 કરોડ માસ્ક બનાવ્યા છે. 1.20 લાખ લીટર સેનેટાઇઝર બની ગયું છે. તેનાથી પણ ગ્રામીણ ક્ષેત્રમાં રોજગાર મળ્યો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More