Home> India
Advertisement
Prev
Next

સુખવિન્દર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના CM બન્યા, રાજ્યપાલે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા

સુખવિન્દર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના CM બન્યા, રાજ્યપાલે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા

સુખવિન્દર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે. શિમલામાં રિજ મેદાનમાં રાહુલ ગાંધી સહિત પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીની હાજરીમાં તેમણે રવિવારે સીએમ પદના શપથ લીધા. કાર્યક્રમમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક  ગેહલોત પણ હાજર રહ્યા. 

fallbacks

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર
સુખવિન્દર સિંહ સુખુએ આજે હિમાચલ પ્રદેશા 15માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જ્યારે મુકેશ અગ્નિહોત્રીએ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. શપથગ્રહણ સમારોહમાં મલ્લિકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત, સચિન પાઈલટ, ભૂપેશ બઘેલ, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, રાજીવ શુક્લા, પ્રતિભા સિંહ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. 

શપથ લેતા પહેલા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહના ઘરે જઈને તેમની મુલાકાત કરી હતી. પ્રતિભા સિંહ સાથે મુલાકાત બાદ તેમણે કહ્યું હતું કે પ્રતિભા સિંહ રાજ્યમાં પાર્ટીના મુખિયા છે. તમામ તેમના માર્ગદર્શન હેઠળ કામ કરે છે. આથી તેઓ તેમને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવા માટે આવ્યા હતા. પ્રતિભા સિંહે પણ કહ્યું કે સુખુના શપથગ્રહણ સમારોહમાં તેઓ જરૂર સામેલ થશે. 

જાણો નવા મુખ્યમંત્રી વિશે
સુખવિન્દર સિંહ સુખુ હિમાચલ પ્રદેશના કોંગ્રેસ કેમ્પેઈન કમિટીના પ્રમુખ છે. તેઓ નાદૌન સીટથી 5મી વખત વિધાયક બન્યા છે. આ વખતે તેમણે ભાજપના વિજય અગ્નિહોત્રીને 3363 મતથી હરાવ્યા છે. સુખુએ પોતાની રાજકીય કારકિર્દી એક વિદ્યાર્થી નેતા તરીકે શરૂ કરી હતી. ત્યારે તેઓ સરકારી કોલેજ સંજોલી, શિમલામાં વિદ્યાર્થી હતા. તેઓ કોલેજ વિદ્યાર્થી સંઘના મહાસચિવ અને અધ્યક્ષ રહ્યા. તેઓ 1989થી 1995 સુધી NSUI ના અધ્યક્ષ રહ્યા. 1999થી 2008 વચ્ચે તેઓ યુવા કોંગ્રેસના પ્રમુખ પણ રહ્યા. સુખુ બે વાર શિમલા નગર નિગમના કાર્પોરેટર પણ ચૂંટાઈ આવ્યા હતા. તેઓ 2013માં હિમાચલ કોંગ્રેસના પ્રમુખ પદ સુધી પહોંચ્યા અને 2019 સુધી પ્રદેશ શાખાના પ્રમુખ પદે રહ્યા. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

કોણ છે ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રી
મુકેશ અગ્નિહોત્રી સતત 5વાર ચૂંટણી જીતી ચૂક્યા છે. તેઓ 2012થી 2017 દરમિયાન વીરભદ્ર સિંહની સરકારમાં ઉદ્યોગ મંત્રી રહ્યા. આ ઉપરાંત તેમણે સંસદીય કાર્ય, સૂચના અને જનસંપર્ક ઉપરાંત શ્રમ અને રોજગાર વિભાગની જવાબદારીઓ પણ સંભાળી છે. હિમાચલના પૂર્વ સીએમ વીરભદ્ર સિંહે તેમને વર્ષ 2003માં સંતોખગઢ સીટથી ચૂંટણી લડવાનું કહ્યું. ત્યારબાદ તેઓ 2007માં પણ ત્યાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા. વર્ષ 2008માં પરિસીમન બાદ સંતોખગઢને હરોલી વિધાનસભા સીટમાં ફેરવી દેવાઈ. મુકેશ અગ્નિહોત્રી 2012માં ત્રીજી વખત પણ અહીંથી ચૂંટાઈ આવવામાં સફળ રહ્યા અને તેમને વીરભદ્ર સિંહની સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા. કોંગ્રેસે ફાયર બ્રાન્ડ નેતા અને સારા વક્તા અગ્નિહોત્રીને વર્ષ 2018માં વિપક્ષના નેતા બનાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More