Home> India
Advertisement
Prev
Next

ભાન ભૂલ્યા કોંગ્રેસ MLA પ્રણિતી શિંદે, PM મોદી માટે આપત્તિજનક શબ્દોનો કર્યો ઉપયોગ

નેતાઓ ક્યારેક ક્યારેક બોલવામાં ભાન ગુમાવી બેસતા હોય છે. આવું જ કઈંક મહારાષ્ટ્રના કોંગ્રેસ ધારાસભ્ય પ્રણિતી શિંદેએ કર્યું.

ભાન ભૂલ્યા કોંગ્રેસ MLA પ્રણિતી શિંદે, PM મોદી માટે આપત્તિજનક શબ્દોનો કર્યો ઉપયોગ

નવી દિલ્હી: નેતાઓ ક્યારેક ક્યારેક બોલવામાં ભાન ગુમાવી બેસતા હોય છે. આવું જ કઈંક મહારાષ્ટ્રના કોંગ્રેસ ધારાસભ્ય પ્રણિતી શિંદેએ કર્યું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપમાનજનક શબ્દો વાપરતા તેમને ડેન્ગ્યુ મચ્છર ગણાવ્યાં. સોલાપુર દક્ષિણથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રણિતી શિંદેએ કહ્યું કે આ દેશમાં ડેન્ગ્યુનો એક નવો મચ્છર પેદા થઈ ગયો છે. તેને મારવા માટે તમારે કીટનાશકનો ઉપયોગ કરવો જોઈએ. 

fallbacks

પ્રણિતી શિંદેએ રેલીમાં કહ્યું કે આપણા દેશમાં ડેન્ગ્યુનો એક નવો મચ્છર આવી ગયો છે. જેનું નામ મોદીબાબા છે. તેમના કારણે બધા બીમાર પડી રહ્યાં છે. આથી જે બને તે કરો, કીટનાશક છાંટો અને આગામી વર્ષે તેમને સત્તામાંથી બહાર ફેંકો. આ ઉપરાંત કોંગ્રેસના આ ધારાસભ્યે સ્થાનિક ભાજપ સાંસદ શરદ બંસોદેને દારૂડિયા ગણાવી દીધા. 

પ્રણિતી શિંદેએ કહ્યું કે આ જિલ્લાના વિકાસ માટે ભાજપના નેતાઓએ એક પૈસાનો ખર્ચ કર્યો નથી. સરકારે આ જિલ્લાને જે બે નેતા આપ્યાં છે તેઓ પરસ્પર લડ્યા કરે છે, જેમાંથી એક તો દારૂડિયો છે. કોંગ્રેસ ધારાસભ્યની આ ટિપ્પણીનો ભાજપે પણ જવાબ આપ્યો. 

ભાજપના સાંસદે કહ્યું કે રેવ પાર્ટી કરનારા લોકોને મારા પર પ્રહારો કરવાનો કોઈ હક નથી. શરદ બંસોદેએ કહ્યું કે આમ તો જે લોકો રેવ પાર્ટીમાં પકડાય છે તેમને મારા પર પ્રહારો કરવાનો હક નથી. મને ખબર છે કે તેઓ મુંબઈમાં શું કરે છે. જો હું મારું મોઢું ખોલીશ તો સોલાપુરમાં તે મોઢું બતાવવા લાયક રહેશે નહીં. આ તેમને છેલ્લી ચેતવણી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More