નવી દિલ્હીઃ Dhiraj Sahu On Income Tax Raid: કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુએ દરોડા દરમિયાન મળેલા 350 કરોડથી વધુના મામલામાં પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મારા પૈસા નથી અને તેનાથી કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી.
આવકવેરા વિભાગના દરોડાને લઈને ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું- જે પૈસા મળી આવ્યા છે, જેમાં કોંગ્રેસ કે અન્ય કોઈ વિપક્ષી દળના કોઈ પૈસા નથી. કારણ વગર બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ધીરજ સાહુએ કહ્યું- આ પૈસા સાથે મારે કોઈ લેવાદેવા નથી. આ મારા પરિવારના પૈસા છે. અમારો પરિવાર ખુબ મોટો છે તો આ પૈસા તે લોકોના છે. હજુ આવકવેરા વિભાગ તરફથી એવું કહેવામાં આવ્યું નથી કે આ પૈસા ગેરકાયદેસર છે. તેવામાં તેના પર કંઈ કહેવું ઉતાવળ ગણાશે.
#WATCH दिल्ली | I-T छापे और उनसे जुड़े परिसरों से सैकड़ों करोड़ रुपये नकद की बरामदगी पर कांग्रेस सांसद धीरज प्रसाद साहू की पहली प्रतिक्रिया आई।
उन्होंने कहा, "...आज जो हो रहा है वह मुझे दुखी करता है। मैं स्वीकार कर सकता हूं कि जो पैसा बरामद किया गया है वह मेरी फर्म का है... जो… pic.twitter.com/Q4yJO9nm8O
— ANI_HindiNews (@AHindinews) December 15, 2023
હકીકતમાં આઈટીએ ધીરજ સાહુના પરિવારની માલિકીવાળી ઓડિશાની દારૂ કંપની વિરુદ્ધ પોતાની કાર્યવાહી હેઠળ રાંચીમાં તેના આવાસમાં દરોડા પાડ્યા હતા. જે જગ્યા પર આઈટીએ રેડ કરી તે સાહુનું સંયુક્ત પારિવારિક આવાસ છે. તેમાં 350 કરોડથી વધુ રૂપિયા મળી આવ્યા છે.
ધીરજ સાહુએ શું કહ્યું?
ધીરજ સાહૂએ કહ્યું- આજે જે થઈ રહ્યું છે તે મને દુખી કરે છે. હું સ્વીકાર કરુ છું કે જે પૈસા મળ્યા છે તે મારી ફર્મના છે. જે રોકડ જપ્ત થઈ છે તે મારી દારૂની ફર્મો સંબંધિત છે. પૈસા મારા નથી, આ મારા પરિવાર અને અન્ય સંબંધિત ફર્મોના છે. આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. હું દરેક વસ્તુનો જવાબ આપીશ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે