Home> India
Advertisement
Prev
Next

2014માં અદાણી 609માં અમીર હતા, પછી જાદૂ થયો અને બીજા નંબર પહોંચી ગયાઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું, 'અડાની વિશ્વના સર્વશ્રેષ્ઠ સમૃદ્ધ લોકોની યાદીમાં વર્ષ 2014માં 609 નંબર પર, ફરી જાદુ થયો અને બીજા નંબર પર પહોંચ્યા. યાત્રા દરમિયાન લોકોએ પૂછ્યું કે તમે સફળ કેવી રીતે થયા અને દેશના પીએમ નરેન્દ્ર મોદી સાથે તેનો શું સંબંધ છે.

2014માં અદાણી 609માં અમીર હતા, પછી જાદૂ થયો અને બીજા નંબર પહોંચી ગયાઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે લોકસભામાં કહ્યું કે, ભારત જોડો યાત્રામાં તમિલનાડુથી લઈને કેરલ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ.... બધી જગ્યાએ એક નામ સાંભળવા મળ્યું અદાણી. દુનિયાના સૌથી ધનવાનોના લિસ્ટમાં 2014માં અદાણી 609માં સ્થાને હતા, સૌથી પાછળ. જાદૂ થયો તો બીજા નંબર પર પહોંચી ગયા. હિમાચલમાં સફરજનની વાત થાય તો અદાણી, કાશ્મીરમાં સફરજન તો અદાણી, પોર્ટ અને એરપોર્ટ દરેક જગ્યાએ અદાણી, રસ્તા પર ચાલી રહ્યાં છો તો અદાણી. 

fallbacks

લોકોએ પૂછ્યું કે અદાણીને સફળતા કેમ મળી. સૌથી જરૂરી સવાલ હતો તેનો હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી સાથે શું સંબંધ છે અને કેવો સંબંધ છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદોએ લોકસભામાં મોદી હૈ તો મુમકિન હૈના નારા લગાવ્યા હતા. 

રાહુલ ગાંધીએ કહ્યું કે આજે જે રસ્તા પર ચાલો અને પૂછો કે કોણે બનાવ્યો છે તો અદાણીનું નામ આવશે. હિમાચલના સફરજન અદાણીના છે. દેશ જાણવા ઈચ્છે છે કે અદાણીનો પ્રધાનમંત્રી સાથે કેવો સંબંધ છે. તેમણે પીએમ મોદીની એક જૂની તસવીર કાઢી, તેને લઈને સત્તાપક્ષના સાંસદોએ હંગામો કર્યો હતો. સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ટોક્યા અને કહ્યું કે પોસ્ટરબાજી ન કરે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે અદાણી 2014માં 609માં નંબરે હતા અને આટલા સમયમાં બીજા સ્થાને પહોંચી ગયા. અસલી જાદૂ ત્યારે શરૂ થયો જ્યારે મોદી જી દિલ્હી આવ્યા. 

રાહુલ ગાંધીએ કહ્યું કે, યુવા અમને પૂછી રહ્યાં છે કે અદાણી માત્ર 8-10 સેક્ટર્સમાં છે. તેવામાં તેમની સંપત્તિ 2014માં 8 બિલિયન ડોલરથી 2022માં 140 ડોલર કઈ રીતે પહોંચી ગઈ. રાહુલ ગાંધીએ કહ્યું કે એક નિયમ હતો જેની પાસે એરપોર્ટનો પૂર્વ અનુભવ નથી તેને એરપોર્ટના વિકાસમાં સામેલ કરવામાં આવતા નહોતા. ભારત સરકારે આ નિયમ બદલી નાખ્યો. 

રાહુલ ગાંધીએ કહ્યું, 'હું અડાણી અને મોદીના સંબંધો વિશે જણાવું છું. અડાણી મોદીના વફાદાર છે. જ્યારે 2014માં નરેન્દ્ર પીએમ બનીને દિલ્હી આવે છે તો પછી અસલ ખેલ શરૂ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More