Home> India
Advertisement
Prev
Next

Sonia Gandhi: લોકસભાને ટાટા બાય બાય! સોનિયા ગાંધીએ રાજ્યસભા માટે રાજસ્થાનથી ઉમેદવારી નોંધાવી

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સોનિયા ગાંધીએ આમ જ રાજસ્થાનની પસંદગી નથી કરી. એવી ચર્ચા છેકે તેઓ રાયબરેલી સીટ પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા માટે છોડી રહ્યા છે.

Sonia Gandhi: લોકસભાને ટાટા બાય બાય! સોનિયા ગાંધીએ રાજ્યસભા માટે રાજસ્થાનથી ઉમેદવારી નોંધાવી

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પ્રક્રિયા પૂરી કરવા માટે આજે સોનિયા ગાંધી રાજસ્થાનના જયપુર પહોંચ્યા હતા. તેમની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને હાજર રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ અને સમર્થકો પણ ઉમટી પડ્યા હતા. અત્રે જણાવવાનું કે હાલ સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીથી લોકસભા સાંસદ છે. 

fallbacks

કોંગ્રેસે સોનિયા ગાંધી ઉપરાંત ચાર અન્ય ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી છે. જેમાં બિહારથી અખિલેશ પ્રસાદ, હિમાચલ પ્રદેશથી અભિષેક મનુ સિંઘવી, અને મહારાષ્ટ્રથી ચંદ્રકાંત હંડોરેના નામ સામેલ છે. 

રાજસ્થાનથી કેમ?
સોનિયા ગાંધીએ આમ જ રાજસ્થાનની પસંદગી નથી કરી. એવી ચર્ચા છેકે તેઓ રાયબરેલી સીટ પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા માટે છોડી રહ્યા છે. બરાબર એ જ રીતે જે રીતે તેમણે અમેઠી બેઠક  પુત્ર માટે છોડી હતી. રાજસ્થાનમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી થવાની છે. કોંગ્રેસ ત્યાં એક સીટ જીતવાની સ્થિતિમાં છે. કર્ણાટક અને તેંલગણાના કોંગ્રેસીઓએ ખુબ જોર લગાવ્યું કે સોનિયા ગાંધી ત્યાંથી રાજ્યસભા જાય. પરંતુ કોંગ્રેસે ખુબ સમજી વિચારીને સોનિયા ગાંધીને દક્ષિણથી રાજ્યસભા ન મોકલવાનું નક્કી કર્યું. 

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે કર્ણાટકથી આવે છે. રાહુલ ગાંધી હાલ કેરળના વાયનાડથી લોકસભા સાંસદ છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટનું માનીએ તો સોનિયા ગાંધી રાજસ્થાનથી ચૂંટણી લડે તો એવો સંકેત જશે કે ગાંધી પરિવારે હિન્દી બેલ્ટને છોડ્યો નથી. 2019માં જ્યારે રાહુલે અમેઠીની સાથે સાથે વાયનાડથી ચૂંટણી લડવાની જાહેરાતી કરી હતી તો ત્યારે પાર્ટીની અંદર અને બહાર તેમની ટીકા થઈ હતી. 

રાહુલે અમેઠી બેઠકથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના હાથે ગુમાવી દીધી. 2019માં કોંગ્રેસના ઉત્તર ભારતમાં હાલ હવાલ થયા હતા. દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, અને હિમાચલ પ્રદેશમાં પાર્ટી એક લોકસભા સીટ મેળવી શકી નહતી. મધ્ય પ્રદેશ, યુપી, બિહાર, ઝારખંડમાં કોંગ્રેસને ફક્ત એક બેઠક મળી હતી. છત્તીસગઢમાં બે સીટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More