નવી દિલ્હીઃ ચીનની સાથે ચાલી રહેલા ટકરાવ પર સરકારે પોતાનો પક્ષ રાખ્યો છે. મંગળવારે સંસદમાં રક્ષામંત્રીએ કહ્યું કે, ચીને LAC અને આંતરિક વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિક ટુકડિઓ દારૂ-ગોળા ભેગો કર્યો છે, પરંતુ ભારતીય સેના પણ તૈયાર છે અને કોઈપણ દુઃસાહસનો વળતો જવાબ આપવા સક્ષમ છે. સંસદમાં ચીનને લઈને રક્ષામંત્રી દ્વારા જણાવવામાં આવેલી વર્તમાન સ્થિતિ બાદ કોંગ્રેસ હુમલો કરી રહી છે.
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીની સેના ઘુષણખોરીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આડેહાથ લીધા છે. હકીકતમાં પીએમ મોદીએ ગલવાનની ઘટના બાદ સર્વદળીય બેઠકમાં કહ્યું હતું કે, ન કોઈ આપણા ક્ષેત્રમાં ઘૂસ્યુ છે અને ના કોઈ પોસ્ટ પર કબજો કર્યો છે. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત શાંતિ અને મિત્રતા ઈચ્છે છે પરંતુ તે પોતાની સંપ્રભુતા સાથે કોઈ સમજુતી કરશે નહીં.
रक्षामंत्री के बयान से साफ़ है कि मोदी जी ने देश को चीनी अतिक्रमण पर गुमराह किया।
हमारा देश हमेशा से भारतीय सेना के साथ खड़ा था, है और रहेगा।
लेकिन मोदी जी,
आप कब चीन के ख़िलाफ़ खड़े होंगे?
चीन से हमारे देश की ज़मीन कब वापस लेंगे?चीन का नाम लेने से डरो मत।
— Rahul Gandhi (@RahulGandhi) September 15, 2020
ચીનનું નામ લેવાથી ડરો નહીં
તો રાહુલ ગાંધીએ કહ્યુ કે, રક્ષામંત્રીના નિવેદનથી સ્પષ્ટ છે કે પ્રધાનમંત્રીએ દેશને ચીની અતિક્રમણ પર ગેરમાર્ગે દોર્યો. આપણો દેશ હંમેશા ભારતીય સેનાની સાછે છે અને રહેશે, પરંતુ મોદી જી તમે ક્યારે ચીનની વિરુદ્ધ ઊભા થશો? ચીન પાસે આપણા દેશની જમીન ક્યારે પરત લેશો? ચીનનું નામ લેવાથી ડરો નહીં.
સંસદમાં બોલ્યા રાજનાથ સિંહ, 'LAC પર ચીને સૈનિકોનો જમાવડો કર્યો, આપણી સેના પણ તૈયાર'
સુરજેવાલાના પણ સરકાર પર પ્રહારો
આ પહેલા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યુ હતુ કે, દેશ સેનાની સાથે એક છે, પરંતુ રક્ષામંત્રી તે જણાવે કે ચીને આપણી જમીન પર કબજો કરવાનું દુઃસાહસ કેમ કર્યું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીન દ્વારા આપણા વિસ્તારમાં ઘુષણખોરી ન કરવા વિશે ગેરમાર્ગે કેમ દોર્યા?
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે