Home> India
Advertisement
Prev
Next

શરમજનક...પુલવામાના શહીદો માટેના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓએ નોટો ઉડાવી, VIDEO વાઈરલ

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને એક સાથે ગુમાવવાનું દુ:ખ દેશના દરેક નાગરિકને છે. દેશભરમાં અલગ અલગ પ્રકારે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. દેશમાં ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવો જ એક કાર્યક્રમ હરિદ્વારના રૂરકીમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા આયોજિત કરાયો હતો. કાર્યક્મમાં શહીદોની શ્રદ્ધાંજલિની મજાક બનાવી દેવાઈ હતી. 

શરમજનક...પુલવામાના શહીદો માટેના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓએ નોટો ઉડાવી, VIDEO વાઈરલ

નવી દિલ્હી/રૂરકી: પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને એક સાથે ગુમાવવાનું દુ:ખ દેશના દરેક નાગરિકને છે. દેશભરમાં અલગ અલગ પ્રકારે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. દેશમાં ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવો જ એક કાર્યક્રમ હરિદ્વારના રૂરકીમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા આયોજિત કરાયો હતો. કાર્યક્મમાં શહીદોની શ્રદ્ધાંજલિની મજાક બનાવી દેવાઈ હતી. 

fallbacks

વાત જાણે એમ હતી કે ઉત્તરાખંડના રૂરકીમાં શહીદો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્ર્મમાં ગીત દરમિયાન ખુબ નોટો ઉડાવવામાં આવી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતના પુત્ર વીરેન્દ્ર રાવત પણ સામેલ થયા હતાં. સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા વીરેન્દ્ર રાવત પર કોંગ્રેસના કાર્યકરોએ ખુબ નોટો ઉડાવી. ખુબ જ શરમજનક હરકતનો વીડિયો પણ સામે આવ્યો છે. 

એટલું જ નહીં કોંગ્રેસના નેતાઓએ દેશભક્તિ સિવાયના અન્ય ગીતોની પણ ફરમાઈશ કરી જેના પર મદમસ્ત થઈને કોંગ્રેસના કાર્યકરો ઝૂમતા અને ઠુમકા લગાવતા પણ જોવા મળ્યાં. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વીરેન્દ્ર રાવત તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ રાઠી પણ સામેલ થયા હતાં. 

fallbacks

ચોંકાવનારી વાત એ છે કે પોતાના કાર્યકરોને રોકવાની જગ્યાએ વીરેન્દ્ર રાવત હસતાં જોવા મળ્યાં હતાં. કાર્યક્રમનું આયોજન શુક્રવારે 22 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પત્રકારો સાથે વાતચીતમાં વીરેન્દ્ર રાવતે કહ્યું કે પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે  આ કાર્યક્રમ યોજાયો હતો. 56 ઈંચની છાતીવાળા શેરને જગાડવાની આ એક કોશિશ હતી. તેમણે કહ્યું કે દુશ્મનને ચૂપ કરાવવા માટે પીએમ મોદીએ કાર્યવાહી કરવી જોઈએ. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More