Home> India
Advertisement
Prev
Next

અધ્યક્ષ પદની ચૂંટણી પહેલા સામે આવ્યું શશિ થરૂરનું દર્દ, કહ્યું- PCCમાં ખડગેનું સ્વાગત થાય છે પરંતુ મારી સાથે....

Congress President Election Update: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે મતની ગણતરી કરવામાં આવશે.

અધ્યક્ષ પદની ચૂંટણી પહેલા સામે આવ્યું શશિ થરૂરનું દર્દ, કહ્યું- PCCમાં ખડગેનું સ્વાગત થાય છે પરંતુ મારી સાથે....

નવી દિલ્હીઃ Congress President Election Update: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે કોંગ્રેસ સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) અને મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) વચ્ચે મુકાબલો થવાનો છે. ગાંધી પરિવારે આ વખતે ખુદને અધ્યક્ષ પદેથી દૂર રાખ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મતદાન 17 ઓક્ટોબરે અને મતની ગણતરી 19 ઓક્ટોબરે થશે. આ વચ્ચે શશિ થરૂરે કહ્યુ કે ઘણા પ્રદેશ એકમમાં તેમના હરીફ મલ્લિકાર્જુન ખડગેનું સ્વાગત કરવામાં આવે છે, પરંતુ તેમની સાથે આવો વ્યવહાર થતો નથી. પરંતુ તેમણે તે પણ કહ્યું કે હું ફરિયાદ કરી રહ્યો નથી, પરંતુ વ્યવસ્થામાં ખામી છે કારણ કે 22 વર્ષથી પાર્ટીમાં ચૂંટણી થઈ નથી. 

fallbacks

શશિ થરૂરે કહ્યુ કે કેન્દ્રીય ચૂંટણી ઓથોરિટીના પ્રમુખ મધુસૂદન મિસ્ત્રીએ સ્વતંત્ર તથા નિષ્પક્ષ ચૂંટણી યોજવાનો પ્રયાસ કર્યો છે. થરૂરે આજે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના ડેલીગેટની સાથે બેઠક કરી અને પોતાના માટે મત માંગ્યા હતા. તેમાં પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિત, દિલ્હી મહિલા કોંગ્રેસના અધ્યક્ષ અમૃતા ધવન અને કેટલાક અન્ય ડેલીગેટ સામેલ થયા હતા. લોકસભા સાંસદ 66 વર્ષીય થરૂરે બંને ઉમેદવારો માટે સમાન અવસર ન હોવા સંબંધી પોતાની પહેલી એક ટિપ્પણી વિશે પૂછવા પર કહ્યું- હું મિસ્ત્રી વિરુદ્ધ કંઈ બોલવા ઈચ્છતો નથી. સિસ્ટમમાં કેટલીક ખામી છે કારણ કે 22 વર્ષથી ચૂંટણી થઈ નથી. 

આ પણ વાંચોઃ સેનાનો કમાન્ડો ડોગ Zoom શહીદ, આતંકીઓ સાથે અથડામણ દરમિયાન થયો હતો ઈજાગ્રસ્ત

તેમનું કહેવું હતું- અમને 30 સપ્ટેમ્બરે પહેલી યાદી (ડેલીગેટની) આપવામાં આવી અને પછી એક સપ્તાહ પહેલા બીજી યાદી આપવામાં આવી. પહેલી યાદીમાં ફોન નંબર નહોતા. જો તેમ થાય તો અમે સંપર્ક કઈ રીતે કરીએ. બાદમાં ફોન નંબર મળ્યા. બંને યાદીમાં અંતર હતું. મારી તે ફરિયાદ નથી કે આ ઈરાદાપૂર્વક થઈ રહ્યું છે. સમસ્યા છે કે અમારી પાર્ટીમાં વર્ષોથી ચૂંટણી થઈ નથી. તેથી કેટલીક ભૂલ થઈ છે. તેમણે કહ્યું- મને ખ્યાલ છે કે મિસ્ત્રી જી સ્વતંત્ર તથા નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે બેઠા છે. મારી તમને કોઈ ફરિયાદ નથી. 

થરૂરે કહ્યુ- કેટલાક નેચતાઓએ એવા કામ કર્યાં છે, જેના પર મેં કહ્યું કે સમાન અવસર નથી. ઘણા પીસીસી (પ્રદેશ કોંગ્રેસ કમિટી) માં અમે જોયુ કે પીસીસી અધ્યક્ષ, ધારાસભ્ય દળના નેતા અને ઘણા મોટા નેતા ખડગે સાહેબનું સ્વાગત કરે છે, તેમની સાથે બેસે છે, પીસીસીથી નિર્દેશ આપે છે કે આવી જાવ, ખડગે સાહેબ આવે છે. આ માત્ર એક ઉમેદવાર માટે થયું. મારી સાથે ક્યારેય થયું નથી. આ પ્રકારની ઘણી વસ્તુ જોવા મળી છે. થરૂર પ્રમાણે, તે ઘણા પીસીસી ગયા, પરંતુ પીસીસી અધ્યક્ષ હાજર નહોતા. 

આ પણ વાંચોઃ વિદ્યાર્થીએ આ અંદાજમાં લખી 'લગ્નની પરિભાષા', લોકોએ કહ્યું 'આને પકડીને લાવો'

થરૂરે કહ્યું- હું કોઈ ફરિયાદ કરી રહ્યો નથી. હું તે કહી રહ્યો નથી કે તેનાથી વધુ ફેર પડશે. જો તમે પૂછો છો કે સમાન અવસર મળી રહ્યાં છે તો શું તમને લાગે છે કે આ પ્રકારના વ્યવહારમાં કોઈ ફર્ક નથી? તેમણે કહ્યું કે ગાંધી પરિવાર અને પાર્ટીના સર્વોચ્ચ સ્તરથી પહેલા તટસ્થતાની વાત કરવામાં આવી છે અને ચૂંટણીમાં બધાએ પોતાની મરજીથી મતદાન કરવું જોઈએ કારણ કે આ ગુપ્ત મતદાન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More