Home> India
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની નવી ટીમ બની, CWC માં ગુજરાતમાંથી જગદીશ ઠાકોર-દીપક બાબરીયાને મળ્યું સ્થાન

Congress Working Committee: ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના કરી છે. જેમાં ગુજરાત કોંગ્રેસમાંથી બે દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર અને દીપક બાબરીયાની પસંદગી કરવામાં આવી છે. 

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની નવી ટીમ બની, CWC માં ગુજરાતમાંથી જગદીશ ઠાકોર-દીપક બાબરીયાને મળ્યું સ્થાન

Congress Working Committee: ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના કરી છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા બનાવવામાં આવેલી આ નવી ટીમમાં ખડગેએ પોતાના વિરુદ્ધ કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી લડી ચૂકેલા શશિ થરુર, રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટને પણ સામેલ કર્યા છે. આ ઉપરાંત ગુજરાતમાંથી દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર અને દીપક બાબરિયાની પસંદગી કરવામાં આવી છે. 

fallbacks

વર્કિંગ કમિટીમાં આ નામ સામેલ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કોંગ્રેસની વર્કિંગ કમિટીની રચના કરી. જેમાં 39 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સભ્યોમાં સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, રાહુલ ગાંધી, અધિર રંજન ચૌધરી, એ કે એન્ટોની, અંબિકા સોની, દિગ્વિજય સિંહ, પી ચિદમ્બરમ, મુકુલ વાસનિક, અજય માકન, પ્રિયંકા ગાંધી, શશિ થરૂર, જયરામ રમેશ, સચિન પાયલટ, રણદીપસિંહ સુરજેવાલા, સલમાન ખુર્શીદ, અભિષેક મનુ સિંઘવી, ગુજરાતમાંથી જગદીશ ઠાકોર સહિત 39 નેતાઓના નામ સામેલ છે. 

આ ટીમમાં નવા અનેક ચહેરાને જગ્યા મળી છે. જેમાં રાહુલ ગાંધીની સાથે સાથે સચિન પાયલટ, ચરણજીત સિંહ ચન્ની, કુમારી શૈલજા, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, ગૌરવ ગોગોઈ, અને રણદીપ સુરજેવાલા સહિત અનેક નામ છે. અત્રે જણાવવાનું કે એ કે એન્ટનીના પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયેલા છે. જેમને ભાજપે પણ પોતાની રાષ્ટ્રીય ટીમમાં સામેલ કર્યા છે. 

વર્કિંગ કમિટીના 39 સભ્યો
1. મલ્લિકાર્જૂન ખડગે
2. સોનિયા ગાંધી
3. ડો. મનમોહન સિંહ
4. રાહુલ ગાંધી
5. અધિર રંજન ચૌધરી
6. એ કે એન્ટની
7. અંબિકા સોની
8. મીરા કુમાર
9. દિગ્વિજય સિંહ
10. થીરુ પી ચિદમ્બરમ
11. તારીક અનવર
12. લાલ થાનહવલા
13. મુકુલ વાસનિક
14. આનંદ શર્મા
15. અશોકરાવ ચૌહાણ
16. અજય માકન
17. ચરણજીત સિંહ ચન્ની
18. પ્રિયંકા ગાંધી વાડ્રા
19. કુમારી શૈલજા
20. ગઈખંગમ ગંગમઈ
21. એન રઘુવીરા રેડ્ડી
22. શશી થરૂર
23. તમરાધ્વજ સાહૂ
24. અભિષેક મનુ સિંઘવી
25. સલમાન ખુર્શીદ
26. જયરામ રમેશ
27. જિતેન્દ્ર સિંહ
28. રણદીપ સિંહ સુરજેવાલા
29. સચિન પાયલટ
30. દીપક બાબરીયા
31. જગદીશ ઠાકોર
32. જી એ મીર
33. અવિનાશ પાંડે
34. દીપા દાસ મુનશી
35. મહેન્દ્રજીત સિંહ માલવિયા
36. ગૌરવ ગોગોઈ
37. સૈયદ નાસીર હુસૈન
38. કમલેશ્વર પટેલ
39. કે સી વેણુગોપાલ 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More