નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ રવિવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધી (
Sonia Gandhi On Farm Bill)એ ત્રણ કૃષિ કાયદા, કોવિડ-19 મહામારીનો સામનો કરવો, અર્થવ્યવસ્થાની સ્થિતિ અને અનુસૂચિત જાતિ પર કથિત અત્યાચારના મામલા પર સરકાર પર નિશાન સાધતા દાવો કર્યો કે ભારતીય લોકતંત્ર પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, ગરીબો-વંચિતોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, શું આ નવો રાજધર્મ છે.
સોનિયા ગાંધીએ લગાવ્યા સરકાર પર આરોપ
સોનિયાએ હાલમાં સરકાર દ્વારા લાગૂ ત્રણ કૃષિ કાયદાને કૃષિ વિરોધી કાયદા કહેતા આરોપ લગાવ્યો કે હરિત ક્રાંતિથી મેળવેલા ફાયદાને સમાપ્ત કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. કોંગ્રેસ મહાસચિવો અને પ્રદેશ પ્રભારીઓની બેઠકની અધ્યક્ષતા કરતા સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે, દેશમાં એવી સરકાર છે જે દેશના નાગરિકોના અધિકારીને મુઠ્ઠીભર અબજોપતિઓને સોંપવા ઈચ્છે છે.
સંગઠનમાં ફેરફાર બાદ પ્રથમ બેઠક
પાછલા મહિને કોંગ્રેસે સંગઠનના સ્તર પર મોટા ફેરફાર બાદ સોનિયા ગાંધીએ પ્રથમવાર મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી. હાલમાં પસાર કૃષિ કાયદાને લઈને સરકારને ઘેરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, ભાજપની સરકારના આ કાયદાથી ભારતની ફ્લેક્સિબલ કૃષિ આધારિત અર્થવ્યવસ્થાના પાયા પર હુમલો કર્યો છે.
સરકાર પર લગાવ્યો ષડયંત્રનો આરોપ
ગાંધીએ કહ્યું- હરિત ક્રાંતિથી મળેલા ફાયદાને સમાપ્ત કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. કરોડો ખેતમજૂરો, ભાગીદારો, ભાડૂતો, નાના અને સીમાંત ખેડુતો, નાના દુકાનદારોની રોજી-રોટી પર હુમલો થયો છે. આ ષડયંત્રને મળીને નિષ્ફળ કરવું આપણું કર્તવ્ય છે. રાષ્ટ્રપતિ કોવિંદે હાલમાં ત્રણેય કાયદાને મંજૂરી આપી હતી.
લોકતંત્ર પર હુમલો- ગાંધી
ગાંધીએ દાવો કર્યો કે બંધારણ અને લોકશાહીની પરંપરા પર સમજી વિચારીને હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમણે બેઠકમાં પોતાના પ્રારંભિક સંબોધનમાં કહ્યું કે, કોરોના વાયરસ મહામારીએ ન માત્ર મજૂરોને ઠાકરો ખાવા મજબૂર કર્યાં, પરંતુ સાથે સાથે દેશને મહામારીની આગમાં હોમી દેવામાં આવ્યો. ગાંધીએ કહ્યું આપણે જોયું કે યોજનાના અભાવમાં કરોડો પ્રવાસી શ્રમિકોનું સૌથી મોટું પલાયન થયું અને સરકાર તેમની દુર્દશા પર મૂકદર્શન બની રહી.
બિહાર ચૂંટણી સંલગ્ન તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે