Home> India
Advertisement
Prev
Next

Rahul Gandhi: મોંઘવારી-બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું- 'જે ડરે છે તે જ ધમકાવે છે'

Rahul Gandhi Press Conference: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે જે 70 વર્ષમાં કમાણી કરી હતી તે 8 વર્ષમાં ખતમ થઈ ગયું.

Rahul Gandhi: મોંઘવારી-બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું- 'જે ડરે છે તે જ ધમકાવે છે'

Rahul Gandhi Press Conference: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે જે 70 વર્ષમાં કમાણી કરી હતી તે 8 વર્ષમાં ખતમ થઈ ગયું. ભારતે લગભઘ એક સદી પહેલા જે ઈંટ-પથ્થરથી બનાવ્યું હતું તે તમારી આંખ સામે નષ્ટ થઈ રહ્યું છે. 

fallbacks

રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં તાનાશાહીનું રાજ છે. દેશમાં લોકતંત્રની હત્યા થઈ રહી છે. અમને બોલતા રોકવામાં આવે છે. અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે. અમે મોંઘવારીનો મુદ્દો ઉઠાવીએ છીએ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે જે ડરે છે તે ધમકાવે છે. તેમણે કહ્યું કે અમે લોકતંત્રનું મોત જોઈ રહ્યા છીએ. ભારતે લગભગ એક સદી પહેલા જે ઈંટ પથ્થરથી  બનાવ્યું હતું તે તમારી આંખો સામે નષ્ટ થઈ રહ્યું છે. જે કઈ પણ તાનાશાહની શરૂઆતના વિચાર વિરુદ્ધ ઊભો થાય છે, તેના પર શાતિર હુમલો થાય છે. જેલમાં નાખવામાં આવે છે, ધરપકડ કરાય છે અને પીટવામાં આવે છે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે મારા પર આક્રમણ થાય છે તો મને ખુશી થાય છે. આજે સંસદમાં મુદ્દાઓ પર ચર્ચા થતી નથી. આજે કોઈ પણ સંસ્થા સ્વતંત્ર નથી રહી. આજે સૌથી વધુ બેરોજગારી હિન્દુસ્તાનમાં છે. તે લોકો 24 કલાક ખોટું બોલે છે. વિરોધ કરો તો જેલમાં મોકલી દેવાય છે. 

તેમણે વધુમાં કહ્યું કે મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવવા માંગીએ છીએ. કોંગ્રેસના જમાનામાં સંસ્થાઓ સ્વતંત્ર હતી. આજે  હિન્દુસ્તાનમાં લોકતંત્ર નથી. તેમણે કહ્યું કે તેઓ ડરાવવાની કોશિશ કરશે પરંતુ મને ફરક પડતો નથી. મારા કુટુંબીજનોએ જીવ આપ્યા છે. હિટલર પણ ચૂંટણી જીતીને આવ્યો હતો, હિટલર ચૂંટણી કેવી રીતે જીતતો હતો. બધી સંસ્થાઓ તેના હાથમાં હતી. તેની પાસે આખું માળખું હતું. મને આખું માળખું આપી દો પછી હું દેખાડીશ ચૂંટણી કેવી રીતે જીતી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More