Home> India
Advertisement
Prev
Next

Karnataka Assembly Election 2023: કોંગ્રેસે 124 ઉમેદવારોની યાદી જાહેર કરી, આ રહ્યું લિસ્ટ

Congress Candidates List: કર્ણાટક ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ 124 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આમાં મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંકનું નામ પણ સામેલ છે.

Karnataka Assembly Election 2023: કોંગ્રેસે 124 ઉમેદવારોની યાદી જાહેર કરી, આ રહ્યું લિસ્ટ

Karnataka Election 2023: કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 124 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને દિગ્ગજ નેતા ડીકે શિવકુમારના નામ સામેલ છે. કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા સીટો છે. કર્ણાટકમાં હાલ ભાજપ સત્તા પર છે. કોંગ્રેસ ફરી એકવાર કર્ણાટક સરકારમાં પરત ફરવાની આશા સેવી રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ બહુમતીથી ઓછી પડી હતી. આ પછી રાજ્યમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર બની. જો કે, આ ગઠબંધન સરકાર 5 વર્ષ સુધી ટકી શકી નહીં અને ભાજપ ફરી સત્તામાં આવી.

fallbacks

કોંગ્રેસની યાદીમાં મોટા નામો
કોંગ્રેસે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને વરુણા સીટથી અને વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારને કનકપુરથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રામદુર્ગથી અશોક એમ, હુક્કેરીથી એબી પાટીલ અને ખાનપુરથી ડો. અંજલિ કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો:
ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોનીને મળશે આચાર્ય તુલસી સન્માન પુરસ્કાર
1 એપ્રિલથી Online Game રમવી પડશે મોંઘી, આ નિયમ લાગુ થવાથી ખિસ્સા પર ફરશે કાતર
આજે આ ત્રણ રાશિના લોકોને મળી શકે છે શુભ સમાચાર, જાણો તમારો દિવસ કેવો રહેશે

મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંકને ટિકિટ
જામખંડીથી આનંદ ન્યામાગૌડા, બાબલેશ્વરથી એમબી પાટીલ, ચિતાપુરાથી પ્રિયાંક ખડગે, ચિંચોલીથી સુભાષ રાઠોડ, ગુલબર્ગ ઉત્તરથી કનીજ ફાતિમા, કોપ્પલથી કે રાઘવેન્દ્ર, હુબલી ધારવાડ ઈસ્ટથી પ્રસાદ અને સાગરથી ગોપાલકૃષ્ણ કોંગ્રેસના ઉમેદવાર હશે.

આ ઉમેદવારો પર લગાવ્યો દાવ
કોંગ્રેસ દ્વારા શૃંગેરીથી ટીડી રાજગૌડા, મધુગીરીથી કેએન રંજના, બાગાપલ્લીથી સુબ્બા રેડ્ડી, ચિંતામણિથી એમસી સુધાકર, કોલાર ગોલ્ડ ફિલ્ડ્સથી રૂપકલા એમ, શ્રીનિવાસપુરથી રમેશ કુમાર, માલુરથી નાન્જે ગૌડા, સર્વગંગાનગરથી કેજે જ્યોર્જ, શિવાજીનગરથી રિઝવાન અરશદ અને શાંતિ નગરથી એન.એ.હરિસને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો:
બીજા બધા ફંદ છોડો, આ 3 દેશી પીણાં પીવાનું રાખો... થોડા દિવસોમાં ગાયબ થશે વધેલી ફાંદ
આ જિલ્લાઓવાળા રહેજો એલર્ટ! ફરી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં પડશે ગાજવીજ
માર્ક જુકરબર્ગના ઘરે પધારી નાની પરી, ફેસબુક પર ફોટો શેર કરી જણાવ્યું બાળકનું નામ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More