Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસે હરિયાણામાં કરી વધુ 5 ઉમેદવારની જાહેરાત, ભૂપિંદર હુડ્ડાને સોનીપતથી આપી ટિકિટ

રવિવારે કોંગ્રેસે હરિયાણાની 5 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડાએ સોનીપતથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત કુરુક્ષેત્ર, હિસાર, કરનાલ અને ફરીદાબાદથી પણ નામોની જાહેરાત કરાવામાં આવી છે.

કોંગ્રેસે હરિયાણામાં કરી વધુ 5 ઉમેદવારની જાહેરાત, ભૂપિંદર હુડ્ડાને સોનીપતથી આપી ટિકિટ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસે હરિયાણાની બાકી સીટો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. રવિવારે કોંગ્રેસે હરિયાણાની 5 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડાએ સોનીપતથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત કુરુક્ષેત્ર, હિસાર, કરનાલ અને ફરીદાબાદથી પણ નામોની જાહેરાત કરાવામાં આવી છે. કોંગ્રેસે ફરીદાબાદથી લલિત નાગરને બદલી અવતાર સિંહ ભડાનાને ટિકિટ આપી છે. ભડાના થોડા દિવસ પહેલા જ ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં જોડાયા છે.

fallbacks

વધુમાં વાંચો: ચર્ચ અને મસ્જીદો બંધ કરવાનું સરકાર પર હતુ દબાણ, વિસ્ફોટનું કારણ છે ચોંકાવનારૂ

કુરુક્ષેત્રથી નિર્મલ સિંહને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. હિસ્સાથી ભવ્ય બિશ્નોઇને મેદાનમાં ઉતાર્યા છે. કરનાલથી કુલદીપ શર્મા કોંગ્રેસના ઉમેદવાર રહેશે. આ રીતે હરિયાણાની બધી 10 બેઠકો પર કોંગ્રેસે તેમના ઉમેદવારોને ઉતારી દીધા છે.

આપની સાથે ગઠબંધનની અટકળો પર લગાવ્યો વિરામ
આમ આદમી પાર્ટી કોંગ્રેસની સાથે દિલ્હીના ઉપરાંત હરિયાણામાં પણ ગઠબંધન કરવા ઇચ્છતી હતી. કોંગ્રેસની લિસ્ટમાં હરિયાણાની તમામ બેઠકોના ઉમેદવારોની જાહેરાત થઇ ગઇ છે. તેનો અર્થ એ છે કે, કોંગ્રેસ અને આપ વચ્ચે હરિયાણામાં કોઇ ગઠબંધન થશે નહીં. આ સાથે જ દિલ્હીમાં પણ ગઠબંધનની સંભાવનાઓ લગભગ દુર થઇ ગઇ છે.

વધુમાં વાંચો: મે કોઇ શહીદનું અપમાન નથી કર્યું, જે વિત્યું તે જણાવ્યું: સાધ્વીનો ECને જવાબ

સૂત્રોના અહેવાલથી કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસે દિલ્હી તમામ બેઠકો પર તેમના ઉમ્મેદવાર નક્કી કરી લીધા છે. આશા છે કે સોમવારે તેઓ આ નામની જાહેરાત કરી શકે છે. કેમકે મંગળવાર 23 અપ્રેલિલે ઉમેદવારી નોંધાવવા માટેની છેલ્લી તારીખ છે. દિલ્હીની 7 લોકસભા બેઠકો માટે 12 મેના છઠ્ઠા તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજાશે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More