Home> India
Advertisement
Prev
Next

PHOTO: કોંગ્રેસે શેર કરી અટલ બિહારી વાજપેયની આ અજાણી તસવીરો

દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું નિધન થયું છે. બુધવારે તબીયત લથડતા તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા

PHOTO: કોંગ્રેસે શેર કરી અટલ બિહારી વાજપેયની આ અજાણી તસવીરો

નવી દિલ્હી: દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયે અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે તબીયત લથડતા તેમને લાઇફ સપોર્ટીંગ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહરી વાજપેયી છેલ્લા 9 સપ્તાહથી એઇમ્સ હોસ્પિટલમાં દાખલ હતા. એઇમ્સ દ્વારા કરવામાં આવેલા ત્રીજા મેડિકલ બુલેટીનમાં તેમના નિધન અંગેનો ખુલાસો કરવામાં આવ્યો હતો. એઇમ્સથી કૃષ્ણા મેનન સુધીનો રસ્તો પણ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. વાજપેયીની છેલ્લી ઘડીએ મળવા માટે મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ પહોચ્યા હતા. સમગ્ર દેશ વાજપેયીના સ્વાસ્થય માટે પ્રાર્થના કરી રહ્યું હતું. અને અંતે અટલ બિહારી બાજપેયનું નિંધન થતા સમગ્ર દેશ શોકમય થઇ ગયો છે.   

fallbacks

કોંગ્રેસ પાર્ટીના AICC કમ્યૂનિકેશન સેલના ટ્વિટર હેન્ડલ પર અટલ બિહારી વાજપેયીની એક દુર્લભ તસવીર શેર કરવામાં આવી છે. અને આ ફોટો સાથે અટલજીના સ્વાસ્થ અંગેની પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આ તસવીરમાં અટલજી એક કુતરાના બચ્ચાને ખોળામાં લઇને રમાડતા દેખાય છે.

 

 

અટલ બિહારી વાજપેયીના પૈતૃક શહેર ગ્લાલિયરમાં પણ તેમના સ્વાસ્થ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી ANIએ ગ્વાલિયરના એક સમાચાર શેર કર્યા હતા, જેમાં ગર્વમેન્ટના આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વાજપેયીજીની તબીયતમાં સુધારો આવે તે માટે હવન કરવામાં આવ્યો હતો.

 

 

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(એઇમ્સ)માં છેલ્લા 9 અઠવાડિયાથી દાખલ હતા અને અંતે 93 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. એઇમ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટીનમાં કહેવામાં આવ્યુ હતું કે, છેલ્લા 24 કલાકથી અટલજીને લાઇફ સપોર્ટીંગ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. અને તેમને યુરીન ઇન્ફેક્શન અને શ્વાસ લેવામાં કકલીફ પડી રહી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More