Home> India
Advertisement
Prev
Next

ચૂંટણી ટાણે જ કોંગ્રેસ માટે માઠા સમાચાર, ફાયરબ્રાન્ડ મહિલા નેતાએ પાર્ટી છોડ્યાની અટકળો તેજ

કોંગ્રેસ માટે મોટા સમાચાર આવી રહ્યાં છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટર પરથી કોંગ્રેસ પ્રવક્તાનું પદ હટાવી દીધુ છે.

ચૂંટણી ટાણે જ કોંગ્રેસ માટે માઠા સમાચાર, ફાયરબ્રાન્ડ મહિલા નેતાએ પાર્ટી છોડ્યાની અટકળો તેજ

નવી દિલ્હી: કોંગ્રેસ માટે મોટા સમાચાર આવી રહ્યાં છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટર પરથી કોંગ્રેસ પ્રવક્તાનું પદ હટાવી દીધુ છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ વોટ્સએપ ગ્રુપ (AICC online media) પણ છોડી દીધુ છે. તેનાથી પાર્ટી વિરુદ્ધ તેમની નારાજગી અને કોંગ્રેસ છોડવાની અટકળો તેજ થઈ ગઈ છે.  અત્રે જણાવવાનું કે 17 એપ્રિલના રોજ કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાની સાથે ગેરવર્તણૂંક કરનારા મથુરાના કેટલાક પાર્ટી કાર્યકરો વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી રદ કરવાનો વિરોધ કરતા દાવો કર્યો હતો કે આવા લોકોને પ્રાથમિકતા અપાય તે દુ:ખની વાત છે. 

fallbacks

fallbacks

પ્રિયંકાએ ટ્વિટ કરીને કહ્યું કે, "ખુબ જ દુ:ખની વાત છે કે પાર્ટી લોહી પરસેવો વહાવીને કામ કરનારા લોકોની જગ્યાએ મારપીટ કરનારા ગુંડાઓને વધુ પ્રાથમિકતા આપે છે. પાર્ટી માટે મેં અભદ્ર ભાષાથી લઈને મારપીટ સહન કરી, પરંતુ આમ છતાં જે લોકોએ મને પાર્ટીની અંદર જ ધમકી આપી, તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી ન થઈ, તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે."

જુઓ LIVE TV

વાત જાણે એમ છે કે તાજેતરમાં જ પ્રિયંકા રાફેલ મામલે પત્રકાર પરિષદ કરવા માટે મથુરામાં હતા અને ત્યાં પાર્ટીના જ કેટલાક કાર્યકરોએ તેમની સાથે કથિત રીતે ગેરવર્તણૂંક કરી હતી. તેમની ફરિયાદ પર આ કાર્યકર્તાઓને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. હવે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટી તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું કે કાર્યકર્તાઓ દ્વારા દુ:ખ વ્યક્ત કરાયા બાદ તેમના વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી રદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ યુપીસીસીના આ પગલાંથી નારાજ પ્રિયંકાએ ટ્વિટ કરવાની સાથે જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પણ પોતાની નારાજગીથી વાકેફ કરાવ્યાં હતાં. 

દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More