Home> India
Advertisement
Prev
Next

રાહુલ ગાંધીની આ તસવીરની ટ્વિટર પર લેવાઈ રહી છે જોરદાર મજા

કોંગ્રેસની સોશિયલ મીડિયાની પ્રમુખ દિવ્યા સ્પંદનાએ રાહુલ ગાંધીની એવી તસવીર શેર કરી, કે સોશિયલ મીડિયા પર કોંગ્રેસની હાંસી ઉડાવવામા આવી હતી. દિવ્યાએ રાહુલ ગાંધીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હમશકલ સાથેની તસવીર શેર કરી છે.

રાહુલ ગાંધીની આ તસવીરની ટ્વિટર પર લેવાઈ રહી છે જોરદાર મજા

કોંગ્રેસ સોશિયલ મીડિયા પર ફરીથી ટાર્ગેટ પર આવ્યું છે. આ વખતે કોંગ્રેસની સોશિયલ મીડિયાની પ્રમુખ દિવ્યા સ્પંદનાએ રાહુલ ગાંધીની એવી તસવીર શેર કરી, કે સોશિયલ મીડિયા પર કોંગ્રેસની હાંસી ઉડાવવામા આવી હતી. દિવ્યાએ રાહુલ ગાંધીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હમશકલ સાથેની તસવીર શેર કરી છે. દિવ્યાએ આ તસવીર પર લખ્યું છે ‘WHO DAT’. 

fallbacks

અભિનંદન પાઠક નામના વ્યક્તિ નરેન્દ્ર મોદીનો ગેટઅપ બનાવીને ઉભા છે અને સાથે ઉભા છે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી. આ તસવીર થોડા દિવસો પહેલા છત્તીસગઢના રાયપુરમાં ક્લિક કરાઈ હતી. રાહુલ ગાઁધી છત્તીસગઢના ઈલેક્શનના પ્રચાર માટે ત્યાં પહોંચ્યા હતા, ત્યારે અભિનંદન પાઠક સાથે તેમની મુલાકાત થઈ હતી. પરંતુ ટ્વિટર પર આ તસવીર સામે આવ્યા બાદ લોકોની જોરદાર પ્રતિક્રિયાઓ મળી હતી. અનેક લોકોએ તસવીર પર ફની જોક્સ અને મેમેઝ શેર કર્યા છે. લોકો આ તસવીર પર જોરદાર મજા પણ લઈ રહ્યાં છે. કારણ કે, નરેન્દ્ર મોદીના ગેટઅપમાં ઉભેલી વ્યક્તિ ભલે મોદી જેવી દેખાતી હોય, પણ તેણે કોંગ્રેસનો લોગો કપડા પર લગાવ્યો છે.

fallbacks

fallbacks

fallbacks

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનના આ હમશકલ સહારનપુરના રહેવાસી છે. જેઓ છત્તીસગઢની ગલીઓમાં ફરીને કોંગ્રેસ માટે પ્રચાર કરે છે. લોકો તેમની આ સ્ટાઈલને પસંદ પણ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More