Home> India
Advertisement
Prev
Next

સન્ની દેઓલની આ ફિલ્મે જબરો કમાલ કર્યો, તનતોડ મહેનત કરી કોન્સ્ટેબલમાંથી બની ગયા IPS અધિકારી

કોન્સ્ટેબલ હતા ત્યારે તેમણે સની દેઓલની આ ફિલ્મ જોઈ હતી. જેમાં સનીના પાત્રથી તેઓ ખુબ પ્રભાવિત થયા અને નક્કી જ કરી નાખ્યું કે હવે તો IPS ઓફિસર જ બનવું છે. 

સન્ની દેઓલની આ ફિલ્મે જબરો કમાલ કર્યો, તનતોડ મહેનત કરી કોન્સ્ટેબલમાંથી બની ગયા IPS અધિકારી

Success Story: અમે તમને આજે એક એવા IPS અધિકારીની કહાની જણાવી રહ્યા છીએ જેમણે સની દેઓલની ફિલ્મ ઈન્ડિયન જોઈને પોતાની જિંદગી બદલી નાખી. કેટલાક  લોકો ફિલ્મમાંથી સારો સંદેશ મેળવે છે ત્યારે કેટલાક લોકો ખરાબ આદતો શીખે છે. આમણે ફિલ્મ ઈન્ડિયન જોઈ અને પોલીસ અધિકારીવાળા પાત્રમાંથી પ્રેરણા લીધી. ત્યારબાદ દિવસ રાત મહેનત કરીને પોલીસ અધિકારીની વર્દી પ્રાપ્ત કરી. 

fallbacks

ઈન્ડિયન ફિલ્મ જોઈને આ વ્યક્તિને IPS અધિકારી બનવાનું એટલું જૂનૂન સવાર થયું કે તેમણે વચ્ચે મળેલી ત્રણ સરકારી નોકરીઓ પણ છોડી દીધી અને જ્યાં સુધી લક્ષ્ય પૂરું ન કર્યું ત્યાં સુધી શાંતિથી બેઠા નહીં. અહીં અમે તમને એક એવા આઈપીએસ અધિકારીની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જેમનું નામ મનોજ રાવત છે. તેઓ રાજસ્થાનના જયપુરના એક ગામ શ્યામપુરાના રહીશ છે. 

આખી દુનિયા ડરે આ 13 નંબરથી! જાણો કેમ ઈમારતોમાં 13મો માળ અને હોટલમાં નથી હોતો રૂમ નંબર 13

19 વર્ષની ઉંમરમાં મળી હતી પોલીસની નોકરી
હાલ મનોજ રાવત આઈપીએસ અધિકારીના પદે તૈનાત છે. મનોજ રાવત એક સામાન્ય પરિવારમાં જન્મ્યા હતા. બાળપણથી જ તેમને ફિલ્મો જોવાનો ખુબ શોખ હતો. તેમને સૌથી વધુ પોલીસ અધિકારીઓની ફિલ્મ આકર્ષિત કરતી હતી. જો કે અભ્યાસ બાદ તેમણે પોતાનું અને પરિવારનું ગુજરાન  ચલાવવા માટે કોન્સ્ટેબલની નોકરી પણ સ્વીકારી લીધી. માત્ર 19 વર્ષની વયે તેઓ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલના પદે ભરતી થયા હતા. 

ત્યારબાદ પણ મનોજ રાવતે અભ્યાસ બંધ ન કર્યો અને તેમણે પોલિટિકલ સાયન્સમાં એમએ કર્યું. જેવો તેમણે અભ્યાસ પૂરો કર્યો કે તેમણે પોલીસ કોન્સ્ટેબલની નોકરી છોડી દીધી. કોર્ટમાં ક્લાર્કની નોકરી શરૂ કરી. ત્યારબાદ તેઓ સિવિલ સર્વિસની તૈયારી માટે ક્લાર્કની નોકરીને પણ ઠોકર મારી આવ્યા. સિવિલ સર્વિસની તૈયારી કરતી વખતે મનોજને CISF માં પણ નોકરી મળી. પરંતુ આ નોકરી પણ કરવાની તેમણે ના પાડી. કારણ કે મનોજ રાવતને તો માત્ર પોતાનું લક્ષ્ય જ દેખાતું હતું. 

ભારતમાં ત્રીજી લહેરનો અંત ક્યારે આવશે, ક્યારે પીક પર પહોંચશે ઓમિક્રોન? જાણો એક્સપર્ટનો જવાબ

પોલીસની નોકરી દરમિયાન જોઈ ઈન્ડિયન ફિલ્મ
મનોજ રાવત કહે છે કે જ્યારે તેઓ કોન્સ્ટેબલના પદે તૈનાત હતા ત્યારે તેમણે સની દેઓલની ફિલ્મ ઈન્ડિયન જોઈ હતી. ત્યારબાદ તેમણે નક્કી કરી લીધુ કે તેઓ IPS અધિકારી બનીને રહેશે. તેઓ પોતાના નિશ્ચિય પર અડગ રહ્યા અને આત્મવિશ્વાસ સાથે મહેનત શરૂ કરી. આખરે વર્ષ 2017માં મનોજ રાવતે UPSC ની પરીક્ષા પાસ કરી અને દેશભરમાં 824મો નંબર મેળવ્યો. તેમણે 35 મિનિટ લાંબો ઈન્ટરવ્યુ આપીને IPS અધિકારીનું પદ પોતાના નામે કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More