Home> India
Advertisement
Prev
Next

રાહુલ ગાંધીની સુરક્ષામાં તૈનાત એસપીજી કર્મીઓ સાથે વિવાદ બાદ કોન્સ્ટેબલને હટાવ્યો

ઉત્તર પ્રદેશના અમેઠીના મુસાફિરખાનામાં એક અતિથિ ગૃહમાં વીઆઇપી સુરક્ષામાં તૈનાત ઉત્તર પ્રદેશ પોલીસના એક કોન્સ્ટેબલને કોંગ્રેસ અધ્યક્ષ રાહુસ ગાંધીની સુરક્ષામાં તૈનાત એસપીજી કર્મીઓ સાથે વિવાદ કર્યા પછી તેને ત્યાંથી હટાવી દેવમાં આવ્યો છે.

રાહુલ ગાંધીની સુરક્ષામાં તૈનાત એસપીજી કર્મીઓ સાથે વિવાદ બાદ કોન્સ્ટેબલને હટાવ્યો

નવી દિલ્હી/ અમેઠી: ઉત્તર પ્રદેશના અમેઠીના મુસાફિરખાનામાં એક અતિથિ ગૃહમાં વીઆઇપી સુરક્ષામાં તૈનાત ઉત્તર પ્રદેશ પોલીસના એક કોન્સ્ટેબલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સુરક્ષામાં તૈનાત એસપીજી કર્મીઓ સાથે વિવાદ કર્યા બાદ તેને ત્યાંથી હટાવી દેવમાં આવ્યો છે. રાહુલ ગાંધી બે દિવસના અમેઠી પ્રવાસ પર છે અને રાતમાં તેમનો આ જ અતિથિ ગૃહમાં રોકાવવાનો કાર્યક્રમ છે.

fallbacks

વાંચવા માટે ક્લિક કરો: દેશના ‘ચોકીદાર’ અને રક્ષા મંત્રી રાફેલ ડીલ પર ચુપ કેમ છે: રાહુલ ગાંધી

અમેઠીના સુપરિન્ટેન્ડેન્ટ અનુરાગ આર્યએ જણાવ્યું હતું કે વીઆઇપીની સુરક્ષામાં સાદી વર્દીમાં તૈનાત એસપીજી કર્મચારીઓને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ગેરસમજમાં રોકવાના કારણે આ બનાવ બન્યો હતો.

fallbacks

એસપીએ જણાવ્યું હતું કે એસપીજી જવાનો દ્વારા કોન્સ્ટેબલ નશામાં હોવાના આરોપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોન્સ્ટેબલને તબીબી તપાસ માટે મુસાફિરખાનાના સમુદાય સ્વાસ્થય કેન્દ્ર પર મોકલવામાં આવ્યો હતો. તપાસમાં કોન્સ્ટેબલ નશામાં ન હોવાનું સામે આવ્યું હતું. એસપીએ કહ્યું કે તેની જગ્યાએ બીજા કોન્સ્ટેબલને તૈનાત કરી દવામાં આવ્યો છે.

વાંચવા માટે ક્લિક કરો: રાફેલ ડીલ: CVCને મળીને કોંગ્રેસ નેતાઓએ યોગ્ય તપાસ અને ફરિયાદની માંગ કરી

તમને જણાવી દઇએ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારની (24 સપ્ટેમ્બર) સવારે લખનઉના અમોસી એરપોર્ટ પહોંચ્યા હતાં, જ્યાંથી રોડ માર્ગ દ્વારા પોતાના સંસદીય વિસ્તાર અમેઠી પહોંચ્યા હતા. અમેઠીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સમગ્ર જિલ્લામાં કોંગ્રેસી નેતા અને કાર્યકર્તાઓએ ‘શિવ ભક્ત રાહુલ ગાંધી’નું સ્વાગત છે, જેવા અનેક હોર્ડિંગ લગાવ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનની સંભાવનાઓની વચ્ચે રાહુલ ગાંધીના આ અમેઠી પ્રવાસનું મહત્વ ઘણું વધી ગયું છે.

fallbacks

અમેઠીમાં ‘શિવભક્તના રૂપમાં ગાંધીનું સ્વાગત’ કરવાની તૈયારી પહેલાથી જ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક કોંગ્રેસ અધિકારીઓએ આ વાતને સતત નકારી રહ્યા હતા. રાહુલ ગાંધીના સ્વાગતનો સામવારે જે પ્રકારે નજારો જોવા મળ્યો હતો, આ પહેલા આવો નજારો ક્યારે પણ જોવા મળ્યો ન હતો. તે એક અલગ સંદેશ પણ આપ્યો. પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ જિલ્લા સતર્કતા તેમજ મોનીટરીંગ સમિતીની બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ પાર્ટી નેતાઓ તથા કાર્યકર્તાઓની સાથે બેઠક પર કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More