Home> India
Advertisement
Prev
Next

શ્વેતા તિવારીના bra વાળા નિવેદને મચાવ્યો હંગામો, હિન્દુ સંગઠને આપી આ મોટી ધમકી

ફેમસ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ હાલમાં જ એક એવી વાત કહી છે જેના કારણે હિન્દુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પોતાની બ્રાની સાઈઝ પર બોલતાની સાથે જ તેણે ભગવાન વિશે એવી વાત કરી જેનાથી લોકો નારાજ થઈ ગયા. હવે હિન્દુ સંગઠને વિવાદિત નિવેદનને લીધે મોરચો ખોલ્યો છે.

શ્વેતા તિવારીના bra વાળા નિવેદને મચાવ્યો હંગામો, હિન્દુ સંગઠને આપી આ મોટી ધમકી

ભોપાલ: ફેમસ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ હાલમાં જ એક એવી વાત કહી છે જેના કારણે હિન્દુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પોતાની બ્રાની સાઈઝ પર બોલતાની સાથે જ તેણે ભગવાન વિશે એવી વાત કરી જેનાથી લોકો નારાજ થઈ ગયા. હવે હિન્દુ સંગઠને વિવાદિત નિવેદનને લીધે મોરચો ખોલ્યો છે.

fallbacks

ગૃહમંત્રી પાસે FIRની માંગ
આ મામલાને લઈને સંગઠને મધ્યપ્રદેશના ગૃહમંત્રી પાસે શ્વેતા તિવારી અને વેબ સિરીઝના નિર્દેશક વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. હિંદુ સંગઠને ચેતવણી આપી છે કે શ્વેતાએ તેના નિવેદન માટે જનતાની માફી માંગવી જોઈએ, નહીં તો હિંદુ સંગઠન ભોપાલમાં વેબ સીરિઝનું શૂટિંગ થવા દેશે નહીં.

'મારી બ્રા નું માપ લેતા હતા...' ભાન ભૂલીને ભગવાન વિશે આ શું બોલી! હીરોઈનની 'ગંદી વાત' બાદ ઉભી થઈ બબાલ!

હિંદુ વાદી નેતાએ આપ્યું નિવેદન
અભિનેત્રી શ્વેતા તિવારીના વિવાદાસ્પદ નિવેદન બાદ હિન્દુ સંગઠનના હિન્દુવાદી નેતા ચંદ્રશેખર તિવારીએ શ્વેતા તિવારી પર હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ લેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. હિન્દુ સંગઠનની ચેતવણી છે કે તેમની વેબ સિરીઝનું શૂટિંગ ભોપાલમાં થવા નહીં દે.

શું છે સમગ્ર મામલો
વાસ્તવમાં, બુધવારે શ્વેતા તિવારી તેની આગામી વેબ સિરીઝની જાહેરાતને લઈને ભોપાલ પહોંચી હતી. જ્યાં તેણે પોતાની આખી ટીમ સાથે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. અહીં મીડિયા સાથે વાત કરતા શ્વેતા તિવારીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. શ્વેતા તિવારીએ કહ્યું, 'ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે'. ત્યારથી સોશિયલ મીડિયા પર શ્વેતાને ઠપકો આપવામાં આવી રહ્યો છે. શ્વેતા તિવારી અને રોહિત રોય જેવા સેલેબ્સ ગઈકાલે ફેશન સંબંધિત વેબ સિરીઝ 'શો સ્ટોપર'ની જાહેરાત કરવા માટે ભોપાલમાં હતા. શ્વેતાએ ભોપાલમાં મીડિયા સામે લોકોના દિલને ઠેસ પહોંચાડનારી આ વાત કહીને મુસીબત ઉભી કરી છે. આ દરમિયાન શ્વેતા તિવારીએ મંચ પર ચર્ચામાં મજાકમાં આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More