Home> India
Advertisement
Prev
Next

Corona Update: દેશમાં કોરોના હાંફી રહ્યો છે? મળ્યા આ રાહતના સમાચાર

ભારતમાં કોરોના (Corona Virus) સંક્રમિતોનો આંકડો 61 લાખ પાર ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70,589 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 84,877 દર્દીઓ સાજા થયા. જો કે 776 દર્દીઓએ જીવ ગુમાવ્યા. દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 61,45,291 થયો છે. જેમાંથી 9,47,576 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 51 લાખ એક હજાર લોકો સાજા થઈ ગયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 96,318 પર પહોંચ્યો છે. 

Corona Update: દેશમાં કોરોના હાંફી રહ્યો છે? મળ્યા આ રાહતના સમાચાર

નવી દિલ્હી: ભારતમાં કોરોના (Corona Virus) સંક્રમિતોનો આંકડો 61 લાખ પાર ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70,589 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 84,877 દર્દીઓ સાજા થયા. જો કે 776 દર્દીઓએ જીવ ગુમાવ્યા. દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 61,45,291 થયો છે. જેમાંથી 9,47,576 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 51 લાખ એક હજાર લોકો સાજા થઈ ગયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 96,318 પર પહોંચ્યો છે. 

fallbacks

જે ઉપકરણોની ખેડૂત પૂજા કરે છે, તેને આગ લગાવીને આ લોકો હવે ખેડૂતોને અપમાનિત કરે છે: PM મોદી

રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.57 ટકા  થયો. આ ઉપરાંત એક્ટિવ કેસ એટલે કે જેઓ હજુ પણ સારવાર હેઠળ છે તેમનો દર પણ ઘટીને 16 ટકા થયો છે. જ્યારે રિકવરી રેટની વાત કરીએ તો સાજા થવાનો દર 83 ટકા છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. 

મહારાષ્ટ્રમાં 'Mid term election'? ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી રાજકીય ખળભળાટ

ICMRના આંકડા મુજબ 28 સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરસના કુલ 7 કરોડ 31 લાખ સેમ્પલ ટેસ્ટ કરાવવામાં આવ્યાં છે. જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈ કાલે કરવામાં આવ્યું. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More