Home> India
Advertisement
Prev
Next

Corona cases today in India: દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના કેસમાં ધડાકો, મોતનો આંકડો વધ્યો

શુક્રવારે કોરોના વાયરસના કેસમાં  ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે દેશમાં 2,64,202 નવા કોરોના દર્દીઓ નોંધાયા હતા. આ આંકડો ગુરુવારની સરખામણીએ 6.7 ટકા વધુ હતો. ભારતમાં કોરોના સંક્રમણનો દર વધીને 14.78 ટકા થઈ ગયો હતો.

Corona cases today in India: દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના કેસમાં ધડાકો, મોતનો આંકડો વધ્યો

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના કેસમાં વધારો નોંધાયો છે. ભારતમાં આજે કોરોનાના 2,68,833 નવા કોરોના પોઝિટીવ કેસ જોવા મળ્યા છે, જે શુક્રવારની સરખામણીએ 4,631 વધુ છે. જ્યારે, છેલ્લા 24 કલાકમાં 1,22,684 દર્દીઓ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયા છે. જ્યારે, દેશમાં ઓમિક્રોનના 6 હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા છે.

fallbacks

દેશમાં શુક્રવારે મળી આવેલા કોરોના દર્દીઓની સંખ્યા ગુરુવારે મળેલા દર્દીઓ કરતા 1.8 ટકા વધુ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ નોંધાયેલા રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. અહીં કોરોનાના 43,211 નવા કેસ નોંધાયા છે. આ પછી કર્ણાટકમાં 28,723, દિલ્હીમાં 24,383, તમિલનાડુમાં 23,459 અને પશ્ચિમ બંગાળમાં 22,645 કેસ નોંધાયા છે.

કોરોનાના કુલ નવા કેસોમાંથી 52.97% નવા કેસ આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. નવા કેસોમાંથી 16.07% એકલા મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. જ્યારે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 402 કોરોના દર્દીઓના પણ મોત થયા છે, જેના કારણે કુલ મૃત્યુઆંક વધીને 4,85,752 થઈ ગયો છે. દેશમાં કોરોનાથી દર્દીઓના સાજા થવાનો દર 94.83 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1,22,684 દર્દીઓ સાજા થયા છે, જેનાથી દેશભરમાં સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 3,49,47,390 થઈ ગઈ છે.

નોંધનીય છે કે શુક્રવારે કોરોના વાયરસના કેસમાં  ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે દેશમાં 2,64,202 નવા કોરોના દર્દીઓ નોંધાયા હતા. આ આંકડો ગુરુવારની સરખામણીએ 6.7 ટકા વધુ હતો. ભારતમાં કોરોના સંક્રમણનો દર વધીને 14.78 ટકા થઈ ગયો હતો. હાલમાં દેશમાં નવા વેરિઅન્ટ એટલે કે ઓમિક્રોનના શુક્રવારે 5,753 કેસ નોંધાયા હતા.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More