Home> India
Advertisement
Prev
Next

Corona Update: દેશમાં કોરોનાના નવા કેસનો રાફડો ફાટ્યો, વધેલો મોતનો આંકડો પણ ચિંતાજનક 

દેશમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે જાહેર થયેલા આંકડા તો અત્યંત ચોંકાવનારા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,846 દર્દીઓ નોંધાયા છે.

Corona Update: દેશમાં કોરોનાના નવા કેસનો રાફડો ફાટ્યો, વધેલો મોતનો આંકડો પણ ચિંતાજનક 

નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આજે જાહેર થયેલા આંકડા તો અત્યંત ચોંકાવનારા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,846 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 197 લોકોએ એક જ દિવસમાં જીવ ગુમાવ્યા છે. જે ગતિથી કોરોના કહેર મચાવી રહ્યો છે તે જોતા સ્થિતિ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોરોના વકરી રહ્યો છે. 

fallbacks

43 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,846 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 1,15,99,130 પર પહોંચી ગયો છે. જેમાંથી 3,09,087 લોકો હજુ પણ સારવાર હેઠળ છે અને 1,15,99,130 લોકો રિકવર થયા છે. એક જ દિવસમાં કોરોનાએ 197 લોકોનો ભોગ લીધો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,59,755 પર પહોંચી ગયો છે. આ બાજુ રસીકરણ અભિયાન પણ પૂર જોશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધી 4,46,03,841 લોકોને રસી આપવામાં આવી છે. 

મહારાષ્ટ્રમાં એક દિવસમાં 27 હજારથી વધુ કેસ
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસે ફરી દેશની ચિંતા વધારી દીધી છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં નવા 27 હજાર 126 કેસ સામે આવ્યા છે. તો 13 હજાર 588 લોકો સાજા થયા છે અને 92 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કેસને કારણે ઘણા જિલ્લામાં લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. આ સિવાય અન્ય જિલ્લામાં પણ આકરા પ્રતિબંધો લાગૂ છે. 

ગુજરાતમાં 1564 નવા કેસ
રાજ્યભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. કોરોના પર કાબૂ મેળવવા સરકારના પ્રયાસો હાલ પૂરતા નિષ્ફળ સાબિત થઈ રહ્યાં છે. ગઈકાલે રાજ્યભરમાં 1564 કોરોનાના કેસો નોંધાયા, 6 લોકોના મૃત્યુ થયા છે. તો તેની સામે ગઈકાલે 969 લોકોએ કોરોનાને માત આપી છે. કોરોનાની આ લહેર ખતરનાક હોવાનું એક્સપર્ટસ કહી ચૂક્યા છે. તો સુરતમાં કોરોનાના સામાન્ય લક્ષણો પણ જોવા નથી મળી રહ્યાં છે. તાવ-શરદી, માથુ દુખવાના કોઈ લક્ષણો દર્દીઓમાં દેખાઈ નથી રહ્યાં. આવામાં ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, જ્યાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યાં રાજ્યમાં દર્દીઓના રિકવરી રેટમાં ઘટાડો થયો છે. 

કેસ વધ્યા, તો રિકવરી રેટ ઘટ્યો 
પ્રાપ્ત આંકડા અનુસાર, ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર ઘટીને 96.08% થયો છે. કોરોનાના કેસોની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો તેમજ તેની સામે સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. રાજ્યભરમાં રીકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. થોડા સમય અગાઉ કોરોનાના નવા દર્દીઓ સામે સ્વસ્થ્ય થનાર દર્દીઓની સંખ્યા વધારે નોંધાતી હતી. તે સમયે રાજ્યભરના રીકવરી રેટમાં વઘારો થઈ રહ્યો હતો. પરંતુ ફરી એકવાર સ્વાસ્થ્ય થતા લોકો કરતા નવા કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા, રીકવરી રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 

મુંબઈ: પૂર્વ કમિશનરે Mohan Delkar suicide કેસ મામલે કર્યો ચોંકાવનારો ખુલાસો, લગાવ્યો આ આરોપ

Mansukh Hiren case: પૂર્વ કમિશનર અને ACP વચ્ચેની એ વિસ્ફોટક ચેટ...જેણે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જ્યો

Shocking! પુત્રએ એવો કચકચાવીને વૃદ્ધ માતાને લાફો માર્યો, માતા મોતને ભેટી, ઘટના CCTV માં કેદ

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More