Home> India
Advertisement
Prev
Next

Corona Update: દેશમાં ઘટી રહ્યો છે કોરોનાનો પ્રકોપ?, ખાસ જાણો લેટેસ્ટ અપડેટ

કોરોનાના કેસ ધીરે ધીરે ઓછા થતા જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 32,981 દર્દીઓ નોંધાયા છે.

Corona Update: દેશમાં ઘટી રહ્યો છે કોરોનાનો પ્રકોપ?, ખાસ જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: કોરોનાના કેસ ધીરે ધીરે ઓછા થતા જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 32,981 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 96,77,203 પર પહોંચ્યો છે. જેમાંથી 3,96,729 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 91,39,901 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. કોરોનાથી એક જ દિવસમાં 391 લોકોએ જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુનો આંકડો 1,40,573 પર પહોંચ્યો છે. 

fallbacks

લગ્નના ગણતરીના કલાકો પહેલા દુલ્હન નીકળી કોરોના પોઝિટિવ, પ્રશાસનના શ્વાસ અદ્ધર

કોરોનાના કુલ 14,77,87,656 ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં કોરોનાના કુલ 14,77,87,656 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. જેમાંથી ગઈ કાલે એટલે કે 6 ડિસેમ્બરના રોજ 8,01,081 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. 

ફાઇઝર બાદ હવે સીરમે માગી કોરોના વેક્સિનના ઉપયોગની મંજૂરી, બની પ્રથમ સ્વદેશી કંપની

ગુજરાતમાં કોરોનાના નવા 1455 દર્દીઓ
રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 1455 દર્દીઓ નોંધાયા. જ્યારે એક જ દિવસમાં 1458 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,00,012 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.42 ટકા થયો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 69,310 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1066.31 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 82,41,960 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More