Home> India
Advertisement
Prev
Next

Corona Update: 24 કલાકમાં કોરોનાના 36 હજારથી વધુ નવા કેસ, PMની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 36,594 દર્દીઓ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા તાજા આંકડા મુજબ અત્યાર સુધીમાં કોરોનાના 95,71,559 કેસ નોંધાયા છે.

Corona Update: 24 કલાકમાં કોરોનાના 36 હજારથી વધુ નવા કેસ, PMની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક

નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona Virus) ના નવા 36,594 દર્દીઓ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા તાજા આંકડા મુજબ અત્યાર સુધીમાં કોરોનાના 95,71,559 કેસ નોંધાયા છે. એક દિવસમાં 540 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો  1,39,188 પર પહોંચ્યો છે. આ ઉપરાંત આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક પણ થવાની છે. 

fallbacks

UNGC હિન્દુઓ, શીખો, બૌદ્ધો વિરુદ્ધ હિંસા પર અવાજ ઉઠાવવામાં નિષ્ફળ: ભારત

લેટેસ્ટ માહિતી મુજબ દેશમાં હાલ કોરોના વાયરસના 4,16,082 એક્ટિવ કેસ છે. એટલે કે સારવાર હેઠળ છે. જ્યારે 90,16,289 લોકો સાજા થઈ ગયા છે. ગુરુવારે નવા કેસ કરતા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી. 36,594 નવા કેસ  સામે 42,916 લોકો ડિસ્ચાર્જ થયા. 

પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક
આગામી ગણતરીના દિવસોમાં કોરોના વાયરસની રસી આવવાની શક્યતાઓ વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક થવાની છે. આ બેઠકમાં પીએમ મોદી સંસદના બંને સદનના વિભિન્ન પક્ષોના નેતાઓ સાથે વાતચીત કરે તેવી શક્યતા છે. સંસદીય કાર્ય મંત્રાલય બેઠક માટે સમન્વય કરી રહ્યું છે અને તમામ પક્ષોને આમંત્રણ અપાયું છે. 

Farmers Protest: ખેડૂતોનું આંદોલન આજે 9મા દિવસે પણ ચાલુ, જામથી હેરાન પરેશાન દિલ્હી

સૂત્રોએ જણાવ્યું કે સંસદના બંને સદનોમાં પાર્ટીઓના નેતાઓને શુક્રવારે સવાલે સાડા દસ વાગે થનારી ઓનલાઈન બેઠકમાં આમંત્રિત કરાયા છે. પીએમ મોદી આ બેઠકની અધ્યક્ષતા કરશે. કોવિડ 19 મહામારી શરૂ થયા  બાદથી બીજીવાર સરકારે કોરોના વાયરસથી ઉત્પન્ન થયેલા હાલાત પર ચર્ચા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. વાયરસના પ્રસારને રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અગાઉ 20મી એપ્રિલના રોજ પહેલી બેઠક યોજાઈ હતી. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More