Home> India
Advertisement
Prev
Next

Lockdown latest news: 31 મેએ સમાપ્ત થઈ રહ્યું છે લૉકડાઉન, 1 જૂનથી મળી શકે છે આ છૂટ

કોરોના વાયરસ લૉકડાઉન 4.0 હવે 31 મેએ સમાપ્ત થઈ રહ્યું છે. પરંતુ ત્યાર બાદ શું? માહિતી મળી છે કે લૉકડાઉન 5.0ની તૈયારી થી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેએ મનકી બાત કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ કરી શકે છે. 
 

Lockdown latest news: 31 મેએ સમાપ્ત થઈ રહ્યું છે લૉકડાઉન, 1 જૂનથી મળી શકે છે આ છૂટ

નવી દિલ્હીઃ લૉકડાઉન 5.0 પર કેન્દ્ર સરકાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. 31 મેએ મનકી બાત કાર્યક્રમ છે, તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લૉકડાઉન 5.0 પર પણ બોલી શકે છે. તેમાં મોટા ભાગની વસ્તુ ખોલવાનો પ્રયાસ થઈ શકે છે. લૉકડાઉન 5.0માં શું છૂટ મળી શકે છે જુઓ.

fallbacks

11 શહેરો પર હશે ફોકસ
કોરોના લૉકડાઉન 5.0 મુખ્ય રીતે 11 શહેરો પર ફોકસ રહેશે. તેમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરૂ, પુણે, ઠાણે, ઇન્દોર, ચેન્નઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકત્તા છે. આ તે શહેર છે જ્યાં કોરોના કેસ વધુ છે. 

15 જૂન સુધી શાળા ખુલવી મુશ્કેલ
શાળાઓ ખુલવી હાલ મુશ્કેલ લાગી રહી છે. 15 જૂન સુધી શાળા અને કોલેજોને બંધ જ રાખવામાં આવી શકે છે. આમ પણ રાજ્ય સરકાર કહી ચુકી છે કે શાળા ઉનાળાની રજાઓ બાદ શરૂ થશે. 

મેટ્રો થઈ શકે છે શરૂ, આંતરરાષ્ટ્રીય વિમાન સેવા પર પ્રતિબંધ
રેલવે અને ડોમેસ્ટિક ફ્લાઇટને સરકાર પહેલાં જ મંજૂરી આપી ચુકી છે. મેટ્રો સર્વિસને પણ એક જૂનથી ફરી શરૂ કરી શકાય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ યથાવત રહેશે. 

ભાજપના નેતા સંબિત પાત્રામાં કોરોનાના લક્ષણ, હોસ્પિટલમાં દાખલઃ રિપોર્ટ્સ  

પૂજા સ્થળ ખોલી શકે છે રાજ્ય
ધાર્મિક સ્થળોને ખોલવામાં આવે કે નહીં તે નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવી શકે છે. કર્ણાટક સરકારે પીએમ મોદીને પત્ર લખીને 1 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી માગી છે. 

સલૂન, જીમ અને શોપિંગ મોલ ખુલી શકે છે
સલૂન બાદ મોદી સરકાર જીમ અને શોપિંગ મોલ્સ ખોવાનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડી શકે છે. પરંતુ કન્ટેઇનમેન્ટ ઝોનમાં તેને ખોલવાની શક્યતા ઓછી છે. દિલ્હી સહિત કેટલિક જગ્યાને છોડીને બાકી સ્થળો પર સલૂન ખુલી ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More