Home> India
Advertisement
Prev
Next

રાજસ્થાનઃ ટોંકના કોરોના પ્રભાવિત વિસ્તારમાં પોલીસની ટીમ પર હુમલો, 3 જવાન ઈજાગ્રસ્ત


દેશમાં અનેક જગ્યાએ કોરોના વોરિયર્સ પર હુમલાની ઘટનાઓ બની રહી છે. હવે રાજસ્થાનના ટોંકમાં પણ પોલીસ પર હુમલો થયો છે. 
 

રાજસ્થાનઃ ટોંકના કોરોના પ્રભાવિત વિસ્તારમાં પોલીસની ટીમ પર હુમલો, 3 જવાન ઈજાગ્રસ્ત

ટોંકઃ કોરોના વોરિયર્સ પર હુમલાની ઘટનાઓ રોકાવાનું નામ લઈ રહી નથી. હવે રાજસ્થાનમાં પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. ટોંકમાં કોરોના પ્રભાવિત અલ્પસંખ્યક વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા ગયેલી પોલીસને લોકોએ ઘેરી લીધી હતી. ત્યારબાદ લાકડી અને તલવારથી હુમલો કરતા ત્રણ પોલીસકર્મીને ઈજા થઈ છે. તેમને ટોંકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

fallbacks

આ પહેલા ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મેડિકલ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો તે સમયે થયો હતો, જ્યારે મેડિકલ ટીમ કોરોનાથી મૃત્યુ પામેલા એક વ્યક્તિના પરિવારજનોને ક્વોરેન્ટાઇન કરવા પહોંચી હતી. તે વિસ્તારના લોકોએ મેડિકલ ટીમને ઘેરી લીધી અને પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં ડોક્ટર સહિત ઘણા કર્મીને ઈજા થઈ હતી. પોલીસે આ ઘટનામાં 17 લોકોની ધરપકડ કરી છે. 

આ દિવસે બિહારના ઔરંગાબાદમાં  પણ મેડિકલ ટીમ પર હુમલો થયો હતો. હકીકતમાં, જિલ્લાના ગોહ વિસ્તારમાં અનૌકી ગામમાં દિલ્હીના કોઈ વ્યક્તિ આવવાની સૂચના પર ડોક્ટરોની ટીમ પહોંચી હતી. ટીમ પહોંચતા જ કેટલાક લોકોએ હુમલો કરી દીધો હતો. હુમલામાં ડોક્ટર, ડ્રાઇવર તથા એક અન્ય કર્મીને ઈજા થઈ હતી. ગ્રામિણોએ ગાડીઓમાં તોડફોડ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More