નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંકટ વધુ ગંભીર બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં કેસનો આંકડો 2 લાખને પાર કરી ગયો છે. આ વખતે કોરોનાનો નવો સ્ટ્રેન ઘાતક છે કે તે લોકોની સાંભળવાની અને જોવાની ક્ષમતાને ખતમ કરી શકે છે.
એટલું જ નહીં આ સ્ટ્રેન મોટી ઉંમરના લોકોની સાથે મોટી સંખ્યામાં બાળકો અને યુવાનોને સંક્રમિત કરી રહ્યો છે. તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
બાળકોને તાવ, ઉધરસ, ડાયરિયા જેવી ફરિયાદ થવા પર તેને નજરઅંદાર ન કરો. આવો જાણીએ બાળકો તથા યુવાનોમાં કોરોનાના સ્ટ્રેન પર ડોક્ટર શું કહે છે.
હાર્ટ કેયર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા અને કંફેડરેશન ઓફ મેડિકલ એસોસિએશન ઓફ એશિયાના પ્રમુખ ડો કેકે અગ્રવાલે ઝી સાથે કોરોનાના નવા સ્ટ્રેન પર વિસ્તારથી વાત કરી છે.
આ પણ વાંચોઃ Covid Vaccines: એક્શન મોડમાં સરકાર, વિદેશી રસીને 72 કલાકમાં આપશે મંજૂરી!
કોરોનાના નવા સ્ટ્રેન વિશે ડો. અગ્રવાલે અનેક ચોંકાવનારી માહિતી આપી છે. ઝી મીડિયાએ ડોક્ટર અગ્રવાલને સવાલ કર્યો કે આંખોથી કોરોનાનું સંક્રમણ થઈ શકે છે? શું કોરોનાનો નવો સ્ટ્રેન આંખોને ખરાબ કરી રહ્યો છે અને સાંભળવાની શક્તિ પણ ઓછી થઈ રહી છે? આ સવાલના જવાબમાં જાણો ડો. અગ્રવાલે શું કહ્યુ...
ડો. અગ્રવાલે કહ્યુ કે, કોરોના વાયરસ આપણા શરીરમાં મોંઢામાંથી જઈ શકે છે, નાકમાંથી જઈ શકે છે કે આંખથી જઈ શકે છે. નવો વાયરસ જે ભારતમાં ફેલાઈ રહ્યો છે તે મ્યુટેન્ટ વાયરસ છે.
તે ફેફસા સિવાય સિસ્ટમિક ઇન્ફ્લામેશન પણ કરી રહ્યો છે એટલે કે આંખમાં, કાનની અંદર, પેટમાં ડાયરિયા, લિવર એંજાઇમ્સને હાર્ટ ગ્રેડ ફિવર અને હાઈ સીઆરપી કરી શકે છે.
જો તમને ટ્રાંઝિટરી કાનમાં સાંભળવાની શક્તિ ઓછી થઈ જાય કે ડીનાઇટ્સ હોય છે અને ખાસ કરી લેફ્ટ રાઇટમાં કંઝિક્ટિવાઇટિસ થાય છે તો નવા વાયરસના લક્ષણ હોઈ શકે છે.
આ પણ વાંચોઃ Night Curfew: દેશના વધુ એક રાજ્યમાં કોરોના કર્ફ્યૂ, રાત્રે 8થી સવારે 7 સુધી બધુ બંધ
12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે ઘાતક છે વાયરસ
ડો. અગ્રવાલે કહ્યુ કે, કોરોના બાળકોને વધુ પ્રભાવિત કરી રહ્યો છે. જ્યારે પણ વાયરસ મ્યુટેટ કરશે, તો તે તે પોપ્યુલેશન તરફ જશે જ્યાં હજુ બીમારી ફેલાઈ નથી જ્યાં હજુ વેક્સિનેશન થઈ રહ્યું નથી.
આ વાયરસની ઝપેટમાં આવવાથી બાળકોની તબિયત વધુ ખરાબ થઈ રહી છે. પરંતુ હજુ 12 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકો માટે આ બીમારી ઘાતક નથી અને 12થી વધુ ઉંમરના બાળકોમાં આ સંક્રમણની તે પેટર્ન જોવા મળી રહી છે, જે 12થી 40 વર્ષની ઉંમરની વધી વ્યક્તિઓમાં છે.
રસી લગાવ્યા બાદ ડિઝીસ ઇનહાન્સમેન્ટનો ખતરો
ડો અગ્રવાલે તે પણ જણાવ્યું કે, આજની તારીખમાં જે ભારતમાં રસી લાગી રહી છે. રસી લાગ્યા બાદ ડિઝીસ ઇનહાન્સમેન્ટની આશંકા બની રહેશે એટલે કે રસી લાગવાને કારણે તમને વાયરસ ઇન્ફેક્ટ કરે છે, તો તેને ડેન્ગ્યૂની જેમ ડિઝીસ ઇનહાન્સમેન્ટ કહેવામાં આવે છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે