નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં કોરોનાના મામલે સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટએ કેંદ્ર સરકારને પૂછ્યું કે જરૂરી દવાઓનું ઉત્પાદન અને વિતરણ સુનિશ્વિત કેમ થઇ રહ્યું નથી? કેંદ્રએ સોગંધનામામાં કહ્યું કે દર મહિને સરેરાશ એક કરોડ ત્રણ લાખ રેમડેસિવિર ઉત્પાદ કરવાની ક્ષમતા છે, પરંતુ સરકારે માંગ અને સપ્લાયની જાણકારી આપી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેંદ્રએ ફાળવણીની રીત પણ જણાવી નથી, કેંદ્રએ ડોક્ટરોને કહેવું જોઇએ કે રેમડેસિવિર અથવા ફેવિફ્લૂના બદલે અન્ય ઉપયુક્ત દવાઓ પણ દર્દીઓને જણાવે, મીડિયા રિપોર્ટ કહી રહ્યા છે કે આરટીપીસીઆર સાથે કોવિડના નવા રૂપની તપાસ થઇ શકતી નથી, તેમાં અનુસંધાનની જરૂર છે.
Oxygen ની આપૂર્તિ માટે ભારતની મદદ કરશે અમેરિકા, મોકલશે એક્સપર્ટ ટીમ
આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેંદ્રએ પૂછ્યું કે તમે 18-45 વર્ષ દરમિયાન ઉંમરવાળાને વેક્સીન લગાવવાની યોજના બનાવી છે, શું કેંદ્ર પાસે કોઇ કોષ પણ છે, જેથી વેક્સીનના ભાવ સમાન રાખી શકાય? કેંદ્ર સરકારે એ પણ જણાવવું પડશે કે ભારત બાયોટેક અને સીરમ ઇંસ્ટીટ્યૂટને કેટલું ફંડ આપ્યું છે.
આ શહેરમાં કુંભથી પરત ફરેલા 83 શ્રદ્ધાળુઓમાંથી 60 કોરોના સંક્રમિત, 22 ગુમ
વેક્સીનેશન માટે ગરીબ પૈસા ક્યાંથી લાવશે?
જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે કહ્યું કે હું મેં ગાજિયાબાદમાં ગુરૂદ્વારા લંગર વિશે વાંચ્યું, લોકો ચેરિટી કરી રહ્યા છે, પરંતુ ફક્ત અમે ચેરિટી પણ છોડી શકતા નથી, વેક્સીનનું મૂલ્ય નિર્ધારણનો મુદો અસાધારણ રૂપથી ગંભીર છે, આજે તમે કહો છો કે કેંદ્રને પ્રદાન કરવામાં આવેલા 50% વેક્સીનનો ઉપયોગ ફ્રંટલાઇન શ્રમિકો અને 45થી વધુ ઉંમરના લોકો રસીકરણ માટે કરવામાં આવશે. બાકી 50% રાજ્યો દ્વારા ઉપયોગ કરવામાં આવશે. 59.46 કરોડ ભારતીય 45 વર્ષથી નાની ઉંમરના છે, તેમાંથી ઘણા ગરીબ અને હાંસિયા પર છે. તેમને વેક્સીન ખરીદવા માટે પૈસા ક્યાંથી મળશે.
ZOOM ક્લાસમાં વિદ્યાર્થી સાથે LIVE હતા ટીચર, અચાનક કરવા લાગ્યા પત્ની સાથે રોમાન્સ
SC એ કહ્યું-આપણા દેશના સ્વાસ્થ્યને લઇને ચિંતા છે
જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે કહ્યું કે અમે જાણિએ છીએ કે કેટલી રસીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. પરંતુ આપણે એ સુનિશ્વિત કરવાની જરૂર છે કે તમે ઉત્પાદનમાં વધારો કરો. વધારાનું ઉત્પાદન એકમોને જોડવા માટે જનહિતકારી શક્તિનો પ્રયોગ કરવાની જરૂર છે, આ વિચાર રાજ્યો અને કેંદ્રની ટીકા કરવા માટે નથી. અમે જાણીએ છીએ કે સ્વાસ્થ્યની માળખાગત ઇંફ્રાસ્ટ્રક્ચર વારસામાં મળ્યા છે, પરંતુ આપણે આપણા રાષ્ટ્રના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે.
દિલ્હી-ગુજરાત, મહારાષ્ટ્રમાં ઓક્સિજન નથી: SC
જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડએ કહ્યું કે અમે નાગરિકોને ઓક્સિજન સિલિન્ડર માટે રોતા સાંભળ્યા છે, દિલ્હીમાં હકિકતમાં ઓક્સિજન ઉપલબ્ધ નથી, ગુજરાતમાં પણ એવું જ છે..તમારે ભવિષ્યમાં અમને જણાવવું પડશે કે આજે આગામી સુનાવણીન દિવસોમાં શું સરું થયું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે