Home> India
Advertisement
Prev
Next

Corona: મીટિંગના લાઇવ પ્રસારણ પર Arvind Kejriwal થી નારાજ થયા PM મોદી, CM એ વ્યક્ત કર્યો ખેદ

કોરોના (Coronavirus) મહામરી પર શુક્રવારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર નારાજ થયા હતા. વીડિયો કોન્ફ્રેસિંગ દ્રારા થઇ રહેલી બેઠક વચ્ચે પીએમ મોદીએ નામ લીધા કહ્યું કે એક મુખ્યમંત્રીએ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોટોકોલ તોડ્યો છે. આવી અંગત વાતચીતનો ક્યારેય પ્રચાર-પ્રસાર ન કરવામાં આવતો નથી. 

Corona: મીટિંગના લાઇવ પ્રસારણ પર Arvind Kejriwal થી નારાજ થયા PM મોદી, CM એ વ્યક્ત કર્યો ખેદ

નવી દિલ્હી: કોરોના (Coronavirus) મહામરી પર શુક્રવારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર નારાજ થયા હતા. વીડિયો કોન્ફ્રેસિંગ દ્રારા થઇ રહેલી બેઠક વચ્ચે પીએમ મોદીએ નામ લીધા કહ્યું કે એક મુખ્યમંત્રીએ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોટોકોલ તોડ્યો છે. આવી અંગત વાતચીતનો ક્યારેય પ્રચાર-પ્રસાર ન કરવામાં આવતો નથી. 

fallbacks

10 રાજ્યો સાથે બેઠક
પીએમ મોદીએ શુક્રવારે કોરોના (Coronavirus) થી સૌથી વધુ પ્રભાવિત 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા બેઠક યોજી હતી. બેઠકમાં સીએમ અરવિંદ કેજરીવાલ દિલ્હીની સ્થિતિની જાણકારી પીએમ નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરી રહ્યા હતા. અસીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશના તમામ ઓક્સિજન પ્લાન્ટનું અધિગ્રહણ કરી સેનાના કંટ્રોલમાં આપવું જોઇએ. જેથી પ્રભાવિત રાજ્યોને તાત્કાલિક ઓક્સિજન પહોંચાડી શકાય. આ દરમિયાન પીએમ મોદીએ તેમની ટેક્નિકલ ટીમને જાણકારી આપી કે સીએમ અરવિંદ કેજરીવાલ આ ઇનહાઉસ મીટિંગને સોશિયલ મીડિયા પર લાઇવ ટેલિકાસ્ટ કરી રહ્યા છે. તેના પર પીએમ મોદી નારાજ થઇ ગયા.  

લગ્ન પ્રસંગમાં પહોંચી ગઇ પોલીસ, પોલીસનું કોવિડના નિયમોનું ચેકીંગ

પીએમ મોદીએ વ્યક્ત કરી નારાજગી
પીએમ મોદી (Narendra Modi) એ સીએમ કેજરીવાલને ટોકતાં કહ્યું 'આ આપણી જે પરંપરા છે, આપણો જે પ્રોટોકોલ છે આ તેના વિરૂદ્ધ થઇ રહ્યું છે કે કોઇ મુખ્યમંત્રી એવી ઇનહાઉસ મીટિંગને લાઇવ ટેલિકાસ્ટ કરે. તે યોગ્ય નથી. આપણે હંમેશા સંયમનું પાલન કરવું જોઇએ. પીએમની આ નારાજગીને સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) તાત્કાલિક સમજી ગયા અને તેમણે હાથ જોડીને માફી માંગી લીધી. કેજરીવાલે પીએમ મોદીને કહ્યું 'ઠીક હૈ સર આ અંગે ધ્યાન રાખીશું આગળ. જો સર મારા તરફથી કોઇ ભૂલ થઇ ગઇ છે, મેં કંઇ કઠોર કહી દીધું, અથવા મારા આચરણમાં કોઇ ભૂલ છે, તો તેના માટે માફી માંગુ છું. 

રાજ્યોને 15 કરોડ વેક્સીન આપી
આ મહત્વપૂર્ણ બેઠકમાં પીએમ મોદીએ 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને કોરોના (Coronavirus) મહામારી વિરૂદ્ધ એકજુટ થઇને કામ કરવાનો સંદેશ આપ્યો છે. પીએમ મોદી (Narendra Modi) એ કહ્યું કે જો આપણે એકજુટ થઇને દેશની માફક કામ કરીશું તો કોઇ સમસ્યા આવશે નહી. પીએમએ રાજ્યોને કહ્યું કે રેલવે અને વાયુઅસેના બંને જલદી ઓક્સિજન સપ્લાય કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. પીએમએ રાજ્યોને અપીલ કરી છે કે દવાઓ અને ઓક્સિજનની જમાખોરી પર લગામ લગાવે. પીએમએ કહ્યું કે રાજ્યોને જણાવ્યું કે કેંદ્ર સરકાર દ્વારા રાજ્યોને 15 કરોડ ડોઝ વેક્સીનની સપ્લાય કરવામાં આવી છે. 

સાવધાન: નકલી Oximeter Apps તમને બનાવે છે મૂર્ખ, તમારું એકાઉન્ટ થઇ શકે છે સફાચટ્ટ

મુખ્યમંત્રી કાર્યાલાયએ આપી સ્પષ્ટતા
આ ઘટનાક્રમ બાદ દિલ્હીના મુખ્યમંત્રી કાર્યાલયે નિવેદન જાહેર કરી સ્પષ્ટતા આપી છે. કાર્યાલયે કહ્યું કે તેમણે ક્યારે નિર્દેશ આપ્યા નથી કે સંબોધનને લાઇવ કરી ન શકાય. જો તેનાથી કોઇ સમસ્યા થઇ છે તો સીએમ પોતાની તરફથી ખેદ વ્યક્ત કરે છે. સીએમ કેજરીવાલ (Arvind Kejriwal) એ અપીલ કરી છે કે દેશમાં તમામને એક જ ભાવ પર વેક્સીન મળવી જોઇએ. જો કિંમતમાં અંતર રાખવામાં આવ્યું તો ઘણા લોકો વેક્સીનેશન કરાવશે નહી, જેનું નુકસાન દેશને ચૂકવવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More