Home> India
Advertisement
Prev
Next

આફ્રિકાથી આવેલા બે લોકો કોરોના પોઝિટિવ, નવા વેરિએન્ટથી ખતરો વધ્યો

દક્ષિણ આફ્રિકાથી કર્ણાટક આવેલા બધા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેમાં બે લોકો પોઝિટિવ આવ્યા છે. તેના સેમ્પલ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે, જેથી તેના વેરિએન્ટની માહિતી મેળવી શકાય.
 

આફ્રિકાથી આવેલા બે લોકો કોરોના પોઝિટિવ, નવા વેરિએન્ટથી ખતરો વધ્યો

બેંગલોરઃ કોવિડ-19ના નવા વેરિએન્ટથી વિશ્વમાં ડરનો માહોલ છે. જેથી હાલમાં સાઉથ આફ્રિકાથી પરત ફરેલા 94 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેમાં બે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. પરંતુ તેમાં ક્યો વેરિએન્ટ છે, તે વાતની પુષ્ટિ હજુ થઈ શકી નથી. તેની જાણકારી જીનોમ સિક્વેન્સિંગ દ્વારા મેળવવામાં આવશે. 

fallbacks

દક્ષિણ આફ્રિકાથી કર્ણાટલ આવેલા લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બે લોકોમાં કોરોના સંક્રમણ મળ્યું છે. તેના સેમ્પલ લેબમાં મોકલી દેવામાં આવ્યા છે, જેથી કોવિડનો ક્યો વેરિએન્ટ છે તેની માહિતી મેળવી શકાય. મહત્વનું છે કે કોરોનાના નવા ખતરાથી વિશ્વમાં અફરાતફરી મચી છે. 

દક્ષિણ આફ્રિકાથી આવેલા બે લોકોમાં કોરોના સંક્રમણ મળ્યા બાદ સ્વાસ્થ્ય સચિવ ટીકે અનિલ કુમારે કહ્યુ કે, અમે સિક્વેન્સિંગની પ્રક્રિયા ઝડપી કરી દીધી છે. બંને સેમ્પલ ડેલ્ટા છે ન ઓમીક્રોન. બંનેની સિક્વેન્સિંગ બેંગલુરૂની લેબમાં કરવામાં આવી છે. બંને સંક્રમિત આ મહિને આફ્રિકાથી પરત આવ્યા હતા. 

કોવિડના નવા વેરિએન્ટના ખતરાની આશંકાને કારણે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈની અધ્યક્ષતામાં શનિવારે બેઠક યોજાઈ હતી. તેમાં નિર્ણય લેવામાં આવ્યો કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેસ્ટિંગ વધુ કરવામાં આવશે. તે લોકોને શહેરમાં પ્રવેશની મંજૂરી હશે જે તપાસમાં નેગેટિવ આવશે. 

આ પણ વાંચોઃ ઓમીક્રોન વેરિએન્ટ વિરુદ્ધ કેટલી અસરકારક છે કોવેક્સીન અને કોવિશીલ્ડ, જાણો એક્સપર્ટનો જવાબ

તો મંત્રી આર અશોકે કહ્યુ કે, દક્ષિણ આફ્રિકાથી 1000થી વધુ લોકો આવ્યા છે. બધાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ સિવાય જે લોકો બેંગલુરૂ કે બીજા અન્ય જિલ્લામાં આવ્યા છે, તેનો 10 દિવસ બાદ વધુ એક ટેસ્ટ કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More