નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના (Coronavirus) ના વધતા સંક્રમણને રોકવા માટે આજે મહત્વની જાહેરાત કરાઈ. દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યૂ (Weekend Curfew) ની જાહેરાત કરવામાં આવી છે. આ વિકેન્ડ કર્ફ્યૂ શુક્રવારે રાતે 10 વાગ્યાથી શરૂ થશે અને સોમવારે સવારે 6 વાગ્યા સુધી રહેશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં આ નવા પ્રતિબંધોની જાહેરાત કરી. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં બુધવારે રેકોર્ડબ્રેક 17 હજારથી વધુ નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે આજે બેઠક થઈ અને કોરોના મામલે મહત્વના નિર્ણય લેવાયા.
દિલ્હીમાં લાગશે વિકેન્ડ કર્ફ્યૂ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે દેશની રાજધાનીમાં વિકેન્ડ કરફ્યૂ (Weekend Curfew) લગાવવામાં આવશે. તેમણે કહ્યું કે દિલ્હી સરકારે દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો છે. અમે જરૂરી સેવાઓ સંબંધિત લોકો અને લગ્નો માટે કર્ફ્યૂ પાસ આપીશું. મોલ, જિમ, સ્પા, ઓડિટોરિયમને બંધ કરવાના નિર્દેશ અપાયા છે. સિનેમા હોલ 30 ટકા ક્ષમતા સાથે ચાલી શકે છે.
To control the spread of COVID19, it has been decided to impose weekend curfew in Delhi: Chief Minister Arvind Kejriwal pic.twitter.com/4oc4kFMBLG
— ANI (@ANI) April 15, 2021
દિલ્હીમાં હોસ્પિટલોમાં બેડની કમી નથી
પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા તેમણે કહ્યું કે દિલ્હીમાં કોરોના વાયરસ (Corona Virus) ઝડપથી વધી રહ્યો છે. પરંતુ આમ છતાં હોસ્પિટલોમાં પાંચ હજારથી વધુ બેડ ખાલી છે. કેટલીક હોસ્પિટલોમાં જો બેડ ભરાઈ ગયા અને તમે કોઈ ખાસ હોસ્પિટલમાં જવા માંગતા હોવ તો મુશ્કેલી થઈ શકે છે. બીમારી વ્યક્તિને ક્યાંકને ક્યાંક તો બેડ મળવો જ જોઈએ. પછી ભલે તે પ્રાઈવેટ હોય કે સરકારી હોસ્પિટલ.
દિલ્હીમાં 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ છે
દિલ્હીમાં કોરોના વાયરસના વધતા કેસને જોતા દિલ્હી સરકારે 6 એપ્રિલના રોજ નાઈટ કર્ફ્યૂ લગાવ્યો હતો. જે 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. નાઈટ કર્ફ્યૂ રાતે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હોય છે.
દિલ્હીમાં કોરોનાએ તોડ્યો રેકોર્ડ
મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં કોરોના વાયરસના કેસ દરરોજ રેકોર્ડ બનાવી રહ્યાં છે. બુધવારે દિલ્હીમાં કોરોના વાયરસથી 17282 લોકો સંક્રમિત થયા છે તો 104 લોકોના મૃત્યુ થયા છે. દેશની રાજધાનીમાં વધતા કોરોના વાયરસના કેસે કેજરીવાલ સરકારની ચિંતા વધારી દીધી છે. કોરોના દર્દીઓને સારી અને તત્કાલ સારવાર આપવા માટે અનેક હોસ્પિટલોની સાથે બેન્કેટ હોલ તથા હોટલોને જોડવામાં આવી છે, જેથી બેડની સંખ્યા વધારી શકાય અને કોરોના દર્દીઓને દાખલ થવામાં કોઈ મુશ્કેલી ન પડે. ઓછા લક્ષણોવાળા દર્દીઓનો બેન્કેટ હોલમાં અને ગંભીર દર્દીઓની હોસ્પિટલોમાં સારવાર થશે. 23 હોસ્પિટલોનો હોટલ અને બેન્કેટ હોલ સાથે જોડવામાં આવી છે.
Corona ના નવા બે લક્ષણ સામે આવ્યા, જરાય નજરઅંદાજ ન કરતા
Corona Update: કોરોનાનો અત્યાર સુધીમાં સૌથી મોટો એટેક, એક જ દિવસમાં 2 લાખથી વધુ કેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે