Home> India
Advertisement
Prev
Next

Corona Update: ફરીથી 12 હજારથી વધુ નવા કેસ, જાણો નવા વેરિએન્ટ પર બુસ્ટર ડોઝ કેટલો અસરકારક?

સતત વધી રહેલો કોરોના હવે ડરાવવા લાગ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12 હજારથી વધુ કેસ નોંધાયા છે જે ચિંતાજનક છે. કોરોના રસીના બુસ્ટર ડોઝ વિશે તજજ્ઞોનું શું કહેવું છે તે ખાસ જાણો. 

Corona Update: ફરીથી 12 હજારથી વધુ નવા કેસ, જાણો નવા વેરિએન્ટ પર બુસ્ટર ડોઝ કેટલો અસરકારક?

નવી દિલ્હી: સતત વધી રહેલો કોરોના હવે ડરાવવા લાગ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12 હજારથી વધુ કેસ નોંધાયા છે જે ચિંતાજનક છે. છેલ્લા એક અઠવાડિયામાં નવા કેસમાં તેજી આવી છે. ત્યારબાદ એક્ટિવ કેસની સંખ્યામાં પણ ચોંકાવનારો વધારો થયો છે. જો કે આ બધા વચ્ચે એક્સપર્ટ્સનું કહેવું છે કે કોવેક્સીનનો બુસ્ટર ડોઝ કોવિડ-19ના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિએન્ટ વિરુદ્ધ રસીના પ્રભાવને વધારે છે. 

fallbacks

એક દિવસમાં આટલા નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12,781 કેસ નોંધાયા છે. જ્યારે 18 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. એક દિવસમાં 8,537 લોકોએ કોરોનાને માત પણ આપી છે. હાલ દેશમાં 76,700 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ 4.32% થયો છે. રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં દેશમાં કોરોના રસીના 1,96,18,66,707 ડોઝ અપાયા છે. 

રસીને લઈને સ્ટડીમાં સામે આવી આ વાત
ICMR અને  ભારત બાયોટેક દ્વારા કોવેક્સીન અંગે કરાયેલા એક સ્ટડીના તારણોમાં જાણવા મળ્યું છે કે બુસ્ટર ડોઝ ડેલ્ટા વેરિએન્ટ ઉપરાંત ઓમિક્રોન વિરુદ્ધ પણ પ્રભાવ વધારે છે. કોવેક્સીનના બુસ્ટર ડોઝ ઓમિક્રોનના સબ વેરિએન્ટ BA.1.1 અને  BA.2 વિરુદ્ધ પ્રતિકારકતાને મજબૂત કરે છે. 

બુસ્ટર ડોઝથી વધી શકે છે સુરક્ષાત્મક ક્ષમતા
સ્ટડીમાં કહેવાયું છે કે સીરિયન હેમસ્ટર મોડલ (મનુષ્ટ સંલગ્ન બીમારીઓનો અભ્યાસ કરવાનું પશુ મોડલ) માં ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ કોરોના રસીના બે અને ત્રણ ડોઝ બાદ ભારત બાયોટેકની કોવેક્સીનથી મળનારી સુરક્ષાત્મક ક્ષમતા વધે છે. આ ઉપરાંત ઓમિક્રોનના સબ વેરિએન્ટ વિરુદ્ધ પણ તેના પ્રભાવનો અભ્યાસ કરવામાં આવ્યો. 

બુસ્ટર ડોઝ લેનારા પર ઓછી થઈ સંક્રમણની અસર
ICMR અને  ભારત બાયોટેકે કહ્યું કે ડેલ્ટા સંક્રમણના અભ્યાસમાં જ્યારે અમે બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે સુરક્ષાત્મક પ્રતિક્રિયાની સરખામણી કરી તો અમને બુસ્ટર ડોઝના ફાયદા જોવા મળ્યા. વાયરસને નિષ્ક્રિય કરનારી એન્ટીબોડીનું સ્તર તુલનાત્મક હતું. પરંતુ રસીકરણના ત્રણ ડોઝ બાદ ફેફસાની બીમારીની ગંભીરતા ઓછી જોવા મળી. 

બીજા સ્ટડીમાં રસીના ત્રીજા ડોઝ બાદ ઓમિક્રોનના સબ વેરિએન્ટ બીએ.1 અને બીએ.2 વિરુદ્ધ સુરક્ષાત્મક પ્રતિક્રિયાનો અભ્યાસ કરવામાં આવ્યો. અભ્યાસમાં પ્લેસેબો સમૂહની સરખામણીએ રસીનો ડોઝ લેનારા સમૂહોમાં ઓછા વાયરસ શેડિંગ, ફેફસાનું ઓછું સંક્રમણ અને ફેફસાની બીમારીની ગંભીરતા ઓછી જોવા મળી. 

સતત વધી રહ્યા છે કેસ
અત્રે જણાવવાનું કે દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ 12 હજારથી વધુ કેસ નોંધાયા. આ અગાઉ રવિવારે 12899 નવા કેસ નોંધાયા હતા. તે પહેલા શનિવારે 12805 જ્યારે શુક્રવારે 13079 નવા કેસ, ગુરુવારે  12847 નવા કોરોના દર્દીઓ નોંધાયા હતા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ સતત વધી રહી છે. 

આ છે દુનિયાનો એવો 'અનોખો' આશ્રમ, જ્યાં પત્ની પીડિત પતિઓ ઠાલવે છે પોતાની વ્યથા

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More