Home> India
Advertisement
Prev
Next

Covid-19: કોરોનાએ દેશને હચમચાવી નાખ્યો, દૈનિક કેસ મામલે તમામ રેકોર્ડ ધ્વસ્ત, મૃત્યુઆંક પણ વધ્યો

ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. નવા કેસમાં રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે. આ બધા વચ્ચે ભારતમાં આજે જે દૈનિક કેસ નોંધાયા તેણે અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.52 લાખથી વધુ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 2812 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

Covid-19: કોરોનાએ દેશને હચમચાવી નાખ્યો, દૈનિક કેસ મામલે તમામ રેકોર્ડ ધ્વસ્ત, મૃત્યુઆંક પણ વધ્યો

Corona Update: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. નવા કેસમાં રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે. આ બધા વચ્ચે ભારતમાં આજે જે દૈનિક કેસ નોંધાયા તેણે અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.52 લાખથી વધુ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 2812 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

fallbacks

એક જ દિવસમાં 3.52 લાખથી વધુ કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,52,991 નવા કોરોના દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,73,13,163 થઈ છે. જ્યારે એક જ દિવસમાં 2,19,272 લોકો રિકવર થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 1,43,04,382 લોકો રિકવર થયા છે. હજુ પણ દેશમાં 28,13,658  દર્દીઓ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાએ 2812 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,95,123 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ 14,19,11,223 લોકોને અત્યાર સુધીમાં રસી આપવામાં આવી છે.  

મહારાષ્ટ્રમાં સતત સ્થિતિ કથળી રહી છે
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની (Maharashtra Corona update) સુનામીથી સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ઉદ્ધવ સરકાર દ્વારા એક મે સુધી લાગૂ કરવામાં આવેલ 'બ્રેક ધ ચેન' છતાં દરરોજ 60 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે મૃતકોની આંકડો 800ને પાર પહોંચી ગયો છે. પરંતુ આ વચ્ચે મુંબઈમાં કોવિડના નવા કેસમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ આ ઘટાડો એટલો મોટો પણ નથી કે તેને રાહત માનવામાં આવે. 

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 66,191 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 61450 લોકો સાજા થયા છે. તો મૃત્યુ પામનારની સંખ્યા 832 રહી છે. દરરોજ રાજ્યમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે સરકારની ચિંતા પણ વધી રહી છે. નવા કેસ બાદ રાજ્યમાં એક્ટિવ કેસ  6,98,354 થયા છે. અત્યાર સુધી  35,30,060 લોકો સાજા થયા છે. મૃત્યુઆંક વધીને 64,760 થયો છે. 

ગુજરાતમાં પણ સ્થિતિ ગંભીર
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. રાજ્યમાં રવિવારે નવા 14296 કેસ નોંધાયા. આ સાથે 6727 લોકો રિકવર પણ થયા. એક જ દિવસમાં રાજ્યમાં કોરોનાથી 157 દર્દીઓના મૃત્યુ થયા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં 5864, ત્યારબાદ સુરતમાં 2103, વડોદરામાં 760 અને રાજકોટમાં 674 નવા દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ  કેસની સંખ્યા 4,96,033 પર પહોંચી છે. જ્યારે 3,74,699 લોકો રિકવર થયા છે. હાલ રાજ્યમાં 1,15,006 એક્ટિવ કેસ છે. કુલ 6328 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

Corona: વધતા કોરોના સંક્રમણથી કેન્દ્ર ચિંતાતૂર, રાજ્યોને આપી આ ચેતવણી

Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More