Home> India
Advertisement
Prev
Next

Corona દર્દીઓને થઇ શકે છે Diabetes, ICMR એ જણાવ્યું કારણ

ICMR ના હેડ ડો. બલરામ ભાર્ગવએ કહ્યું કે કોરોના મહામારી શુગર વધારે છે. એવામાં કોરોના મહામારી (Coronavirus) દર્દીઓને નવી ડાયાબિટીસ (Diabetes) પણ આપી શકે છે.

Corona દર્દીઓને થઇ શકે છે Diabetes, ICMR એ જણાવ્યું કારણ

નવી દિલ્હી: દેશમાં મેડિકલ રિસર્ચ પર કામ કરનાર સૌથી મોટી સરકારી સંસ્થા Indian Council of Medical Research (ICMR) એ કોરોના પર મોટી ચેતાવણી જાહેર કરી છે. Indian Council of Medical Research (ICMR) નું કહેવું છે કે કોરોના વાયરસની બિમારી ડાયાબિટીસ (Diabetes) પણ આપી શકે છે. 

fallbacks

શુગર વધારી રહ્યો છે કોરોનાવાયરસ
ICMR ના હેડ ડો. બલરામ ભાર્ગવએ કહ્યું કે કોરોના મહામારી શુગર વધારે છે. એવામાં કોરોના મહામારી (Coronavirus) દર્દીઓને નવી ડાયાબિટીસ (Diabetes) પણ આપી શકે છે. તેમણે કહ્યું કે 2DG ની દવા કોરોનાના હળવા અને મધ્ય સ્તરના રોગીઓ માટે ઠીક છે. કોરોનાના ક્રિટિકલ દર્દીઓ માટે આ દવા યોગ્ય નથી. 

Covid 19: બ્લેક ફંગસ પણ થઇ જુની વાત, પહેલીવાર જોવા મળ્યા ખતરનાક લક્ષણ, આશ્વર્યમાં પડી ગયા વૈજ્ઞાનિક

ICMR ના હેડ ડો. બલરામ ભાર્ગવે કહ્યું કે એક સંક્રમિત વ્ય્કતિ 1 મહિનામાં 406 લોકોને ઇંફેક્શન ફેલાવી શકે છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે પરંતુ અત્યાર સુધી ખૂબ એલર્ટ રહેવાની જરૂર છે. હાલ દેશમાં ટેસ્ટિંગ સતત વધારવાની જરૂર છે. આગામે મહિના સુધી 45 લાખ લોકોના તેસત કરવાની ક્ષમતાને પ્રાપ્ત કરી લેશે. 

ભેજમાં વિકસિત થશે ફંગલ
તેમણે કહ્યું કે ફંગલ ઇંફેક્શન ભેજમાં વિકસિત થાય છે. જો કોઇમાં ઇમ્યુનિટી પાવર ઓછો છે તો આ ફંગસ ગ્રો કરશે. એટલા માટે કોવિડ દર્દીઓમાં આ સમસ્યા આવી રહી છે. ડાયાબિટીઝના દર્દીઓમાં ઇમ્યુનિટી બીજાના મુકાબલે ઓછી હોય છે. એટલા માટે પ્રોબ્લમ તેમાં વધુ જોવા મળી રહી છે. 

VIDEO VIRAL: Neha Kakkar સાથે મારઝૂડ કરી રહ્યો છે પતિ રોહનપ્રીત, લગ્નના 6 મહિના બાદ શરૂ થઇ હાથાપાઇ

તો બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલય (Ministry of Health) એ કહ્યું કે દેશમાં ગત થોડા દિવસોમાં કોરોના મહામારી (Coronavirus) ના એક્ટિવ કેસમાં ઘટાડો આવ્યો છે. હાલ દેશના કુલ સક્રિય કેસમાં 69 ટકા કેસ 8 રાજ્યમાં છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે અમે ટેસ્ટિંગ સતત વધારી રહ્યા છીએ. દેશમાં ગત બે દિવસમાં 20 લાખથી વધુ ટેસ્ટ કરી રહ્યા છીએ. જિલ્લા સ્તર કંટેનમેંટ ઝોન બનાવવની રણનીતિની અસર જોવા મળી રહી છે. 

8 રાજ્યોમાં 1-1 લાખથી વધુ કેસ
તેમણે કહ્યું કે દેશમાં 8 રાજ્ય એવા છે. જેમાં હજુ પણ 1 લાખથી વધુ સક્રિય કેસ છે. દેશમાં 430 જિલ્લા એવા છે, જ્યાં હજુપણ દરરોજ કોરોના (Coronavirus) ના 100થી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. એવામાં એક દિવસની પણ ઢીલ આપણને ભારે પડી શકે છે. 

કેંદ્રીય કર્મચારીઓને DA ને લઇને મોટા સમાચાર, મોંઘવારી ભથ્થા પર હવે આ દિવસે લેવાશે નિર્ણય

સંયુક્ત સચિવે કહ્યું કે દેશમાં 89 જિલ્લા એવા છે, જ્યાં કેસ ઓછા થઇ રહ્યા છે પરંતુ પોઝિટિવ રેટ થોડો વધી રહ્યો છે. તેના માટે પીએમએ 11 જિલ્લાના અધિકારીઓ અને સીએમ સાથે બેઠક કરી છે. તેમણે તમામને સંવેદનશીલતાથી કામ કરવાની વાત કહી અને આત્મવિશ્વાસ વધારવાની સલાહ આપી છે. 

વેક્સીન વેસ્ટેઝ ઓછી કરવામાં આવશે-પીએમ
સ્વાસ્થ્ય સચિવના અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં પંચાયતી રાજ, એનજીઓ સાથે મારું ગામ કોરોના મુક્ત ગામ સ્લોગન સાથે કામ કરવાની સલાહ આપી. વેક્સીને વેસ્ટેઝ ઓછી કરવાની પણ વાત કહી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More